કાર્યવાહી:ભાણવડથી જામનગર દારૂ આપવા આવતા 2 ઝબ્બે

જામનગર11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શહેરની ભાગોળે કારમાંથી 27 પેટી દારૂ પકડાયો: જ્યારે જામનગર અને ધોરાજીનાે શખસ ફરાર જાહેર

જામનગરના લાલપુર નજીક હજુ રવિવારે જ 699 પેટી દારૂ પકડાયો હતો ત્યાં લાલપુર બાયપાસ પાસેથી પોલીસે એક કારમાંથી વધુ 27 પેટી ઈંગ્લીશ દારૂ સાથે બે શખસોને ઝડપી રૂા.4 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે.

જામનગરના લાલપુર તાલુકા તરફથી એક સફેદ કલરની સ્કોર્પિયો કાર જીજે-6-ઈએચ 8541માં ઈંગ્લીશ દારૂનો જથ્થો ભરીને જામનગર તરફ આવતી હોવાની બાતમી પંચ-બી પોલીસને મળતા તેમણે વોચ રાખી લાલપુર બાયપાસ પાસેથી સ્કોર્પિયોને પકડી પાડી હતી જેમાં વાહનચાલક ખીમા ઉર્ફે ખીમો બોઘા શામળા (રહે. ભાણવડ) અને ધના પાલા મોરી (રહે. ભાણવડ)ની અટક કરી ગાડીની તપાસણી કરતા અંદરથી 324 બોટલ ઈંગ્લીશ દારૂ રૂા.1,62,000ની કિંમતનો મળી આવતા પોલીસે બે મોબાઈલ ફોન સહિત રૂા.4.18 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો.

પ્રાથમિક તપાસમાં ઈંગ્લીશ દારૂનો જથ્થો ધોરાજી ખાતે કારા રાણા રબારી પાસેથી મેળવ્યો હોય અને જામનગરના જયેશ ઉર્ફે જયુ દેગામાને આપવાનો હોવાનું જણાવતા પોલીસે બંને શખસોને ફરાર જાહેર કર્યા છે અને તેમની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...