મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉમટ્યા:જામનગર શહેરની મોટી હવેલીમાં શુભ યજ્ઞોપવિત પ્રસ્તાવ પ્રસંગે હાસ્ય દરબાર યોજાયો

જામનગર5 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કાર્યક્રમમાં ​​​​​​​કલાકારોએ દર્શકોને પેટ પકડીને ખુબ હસાવ્યા

જામનગરની મોટી હવેલીમાં શુભ યજ્ઞોપવીત પ્રસ્તાવ પ્રસંગના બીજા દિવસે હાસ્ય દરબારનો કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોટી સંખ્યામાં વૈષ્ણવો ઉપસ્થિત રહ્યા હતાં.

જામનગરના મેહુલનગર ટેલીફોન એક્ષચેન્જ રોડ પર આવેલા વિશાળ પટાંગણમાં મોટી હવેલીના વલ્લભરાયજીના દ્વિતીય આત્મજ પ્રેમાર્દ્રરાયજીનો શુભ યજ્ઞોપવીત પ્રસ્તાવ યોજવામાં આવ્યો છે. જેના અનુસંધાને સોમવારે ગુણવંત ચુડાસમાનો હાસ્ય દરબાર યોજવામાં આવ્યો હતો. આ પ્રસંગે જામનગરની મોટી હવેલીના ગાદીપતિ હરીરાયજી મહોદય, વલ્લભરાયજી મહોદય, રસાદ્રરાયજી મહોદય તેમજ બહારગામથી પધારેલા અન્ય હવેલીના મહોદયો ઉપસ્થિત રહ્યા હતાં.

આ સાથે જ રૂચીરાજા (બેટીજી) તથા અખીલેશજી ચક્રવર્તીના પુત્ર અભિનવકુમારજી, નીલમરાજા (બેટીજી) તથા ચંદ્રમોહનજી શર્માના પુત્ર દક્ષકુમારજી તથા હેમાંગીરાજા (બેટીજી) તથા મનીષજી કરંજીના પુત્ર આયુષકુમારજીના પણ શુભ યજ્ઞોપવીત પ્રસ્તાવનું તા.11 ના આયોજન કરવામાં આવ્યું છે. હાસ્ય દરબારના કાર્યક્રમમાં જામનગરના તેમજ બહારગામથી વૈષ્ણવો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતાં. કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોના સ્વાગત કરાયું હતું.

અન્ય સમાચારો પણ છે...