દુવિધામાંથી સુવિધા:રેલવે સ્ટેશન પર કલર-સફાઈ અને લિફ્ટ ચાલુ !

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
જામનગર રેલવે સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરી જીએમ દ્વારા આરપીએફનું લેડીસ ચેન્જીંગ રૂમ અને જીમનું ઉદઘાટન કરાયું હતુ. તેમના સ્વાગત માટે સ્ટેશન પર ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી હતી. - Divya Bhaskar
જામનગર રેલવે સ્ટેશનનું ઇન્સ્પેક્શન કરી જીએમ દ્વારા આરપીએફનું લેડીસ ચેન્જીંગ રૂમ અને જીમનું ઉદઘાટન કરાયું હતુ. તેમના સ્વાગત માટે સ્ટેશન પર ખાસ રંગોળી તૈયાર કરવામાં આવી હતી.
  • કાશ, જી.એમ. વારંવાર આવતા રહે ! 2 વર્ષ પછી GMનું ઇન્સ્પેક્શન આવતા રાતોરાત રેલ્વે સ્ટેશનની કાયાપલટ થઈ
  • લેડીસ ચેન્જીંગ રૂમ-જીમ અને હેલ્થ મશીનના લોકાર્પણ થયા

જામનગરમાં વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરનું બે વર્ષ બાદ ઇન્સ્પેક્શન આવતા રેલવે સ્ટેશનની કાયાપલટ થઈ છે. ઇન્સ્પેક્શન આવતાની સાથે જ રેલવે સ્ટેશન પર કલર કામ થયો અને આરપીએફના લેડીઝ ચેન્જિંગ રૂમ, જીમ સહિતની સુવિધાઓ ઉમેરાઈ છે.જામનગર રેલવે સ્ટેશનમાં છેલ્લા ઘણા સમયથી પેસેન્જર માટે લિફ્ટ બંધ પડી હતી જેને કારણે પેસેન્જરોને એક પ્લેટફોર્મથી બીજા પ્લેટફોર્મ પર જવામાં ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો. સ્ટેશન પર આવેલા શૌચાલયની યોગ્ય સાફ-સફાઈ કરવામાં ન આવી હોવાને કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડતો હતો અને ગંદકીના કારણે રેલ્વે સ્ટેશન પર દુર્ગંધ ફેલાતી હતી આટલું ઓછું હોય તેમ ગંદકીના કારણે ખોરાકની શોધમાં રખડતા પશુઓ પણ રેલવે સ્ટેશન પર પહોંચી જાય છે.

જામનગર રેલવે સ્ટેશન પર વેસ્ટર્ન રેલવેના જનરલ મેનેજરનું ઇન્સ્પેક્શન આવતા તાબડતોબ રેલ્વે સ્ટેશનની દુવિધાઓ સુવિધામાં ફેરવાઈ ગઈ છે. રેલવે સ્ટેશન પર કલર કરવા ઉપરાંત લિફ્ટ પણ શરૂ થઈ ગઈ હતી. શૌચાલયની સાફ-સફાઈ તેમજ રેલ્વે સ્ટેશનનો લુક ન બગડે તે માટે જૂની ટિકિટ બારીને ઢાંકવા તેના પર હોર્ડિંગ્સ લગાવાયા હતા તેમજ ઇલેક્ટ્રોનિક ડિસ્પ્લે બોર્ડ મુકી અને સુવિધાઓથી સજ્જ કરવામાં આવ્યું હતું.

જામનગર રેલવે સ્ટેશન પર હવે રૂા.35માં હેલ્થ ચેકઅપ
જામનગર રેલવે સ્ટેશન પર હેલ્થ ચેકઅપ મશીન મૂકવામાં આવ્યું છે. જેનો લાભ યાત્રિકોને સવારથી સાંજ સુધી મળશે.મશીન દ્વારા યાત્રિકો પોતાનું વજન, પ્રોટીન માસ, શરીરમાં પાણીનું પ્રમાણ, ચરબીનું પ્રમાણ, બી.પી ડાયાબિટીસ, પ્લસ રેટ,સહિતનું ચેકઅપ ફક્ત રૂ.35 કરી શકશે. જેનો યાત્રિકો ચાર્જ ઓનલાઇન અને ઓફલાઇન બંને રીતે ચૂકવી શકશે. આ હેલ્થ ચેકપનો રિપોર્ટ ગણતરીની મિનિટોમાં જ સ્ટેશન પરથી મેળવી શકાશે.

અન્ય સમાચારો પણ છે...