અકસ્માત:જાંબુડા પાસે બાઈક-રીક્ષા વચ્ચે ટક્કર, યુવકનું મોત

જામનગર20 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • અકસ્માત મામલે રીક્ષા છકડાચાલક સામે ગુનો

જામનગર-રાજકોટ ધોરી માર્ગ પર જાંબુડા ગામના પાટીયા પાસે એક રીક્ષા છકડા અને બાઈક વચ્ચે ગોઝારો અકસ્માત સર્જાયો હતો જેમાં બાઈકના ચાલક યુવાનનું ગંભીર ઈજા થયા પછી સારવાર દરમિયાન મૃત્યુ નીપજ્યું છે.આ અકસ્માતના બનાવની વિગત એવી છે કે, જામનગર તાલુકાના સચાણા ગામમાં રહેતો વલીમામદભાઈ નૂરમામદભાઈ નામનો ચોવીસ વર્ષનો યુવાન રવિવારે સાંજે સાતેક વાગ્યાના અરસામાં પોતાનું મોટરસાયકલ લઈને જાંબુડા પાટીયા પાસેથી પસાર થઈ રહ્યો હતો જે દરમિયાન પૂરપાટ વેગે આવી રહેલા જીજે-10 વાય 4819 નંબરના રીક્ષા છકડાના ચાલકે બાઈકને હડફેટમાં લઈ લેતાં ગોઝારો અકસ્માત સર્જાયો હતો.

જે અકસ્માતમાં બાઈક ચાલક વલીભાઈને ગંભીર ઇજા થઈ હોવાથી 108 નંબરની એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે જામનગરની જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. જ્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું હતું. આ અકસ્માતના બનાવવા અંગે મૃતકના મોટાભાઈ નુર મામદભાઈ બસીરભાઈ વાઘેરે પોલીસને જાણ કરતાં પંચકોશી એ. ડિવિઝન પોલીસે મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ કરાવ્યું છે, જ્યારે રીક્ષા છકડાના ચાલક સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...