મતદાન જાગૃતિ:મતદાન જાગૃતિ માટે વીજળી સહિતના બીલમાં સિક્કા લાગ્યા

જામનગર14 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • એલઆઈ સી, ગેસ સિલિન્ડર, ટેલિફોન બીલનો સમાવેશ

વિધાનસભા સામાન્ચ ચૂંટણી-2022 દરમિયાન જયારે જામનગર જિલ્લામાં તા.1 ડિસેમ્બર 2022ના મતદાન યોજાનાર છે. ત્યારે જિલ્લા ચૂંટણી અધિકારી ડો.સૌરભ પારઘીના વડપણ હેઠળ જામનગર જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મતદાર જાગૃતિ માટે વિવિધ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે.

જેમાં ગેસ સિલીન્ડર, પાણીની બોટલ ઉપર મતદાર જાગૃતિ સ્ટીકર્સ, દિવ્યાંગો માટે ખાસ ક્રિકેટ મેચ, એન.સી.સી./ એન.એ .એસ. કેડેટસ દ્વારા મતદાર જાગૃતિ રેલી, શાળામાં ભણતા બાળકો દ્વારા વાલીઓ પાસે સંકલ્પપત્રોમાં સહી, ભૂલતા નહીં ... થીમ આધારિત હોર્ડીંગ્સ અને ડીજીટલ ડીસ્પલે, ઈલેકટ્રોનિકસ મોલમાં આવેલ ટેલિવિઝન પર મતદાર જાગૃતિના વિડીયો ચલાવવા જેવી બહુવિધ કામગીરીઓ કરવામાં આવી છેે.

તાજેતરમાં જ મોટી સંખ્યામાં મતદાર જાગૃતિ સંદેશ લોકો સુધી પહોંચાડી શકાય તે માટે જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા નવતર પ્રયાસ હાથ ધરાયો છે.જેમાં શોપિંંગ મોલ્સના બીલો, એલ.આ .સી. રસીદ, મનપાની વેરા પહોંચ, ગેસ સીલીન્ડરના બીલ્સ, રણમલ તળાવની ટીકીટ, પોસ્ટ વિભાગ દ્વારા વિતરણ કરવામાં આવતી ટપાલના કવર્સ, બી.એસ. એન.એલ. બીલ્સ, તેમજ પી.જી.વ .સી.એલ. બીલ્સ પર મતદાર જાગૃતિના સિકકા લગાવી મતદાર જાગૃત અંગેનો એક નવતર અને પ્રેરક પ્રયાસ વહિવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...