જામનગર તાલુકાના સિકકા ગામે જીએસએફસી કંપનીના યુનિટમાં એમોનિયા ગેસ લીકેજ થતાં અફડાતફડી મચી ગઇ હતી. એમોનિયા લોડિંગ સ્ટેશન પર ગેસ ભરતી વેળાએ આ બનાવ બન્યો હતો. પરંતુ સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું જાહેર થતાં કંપનીના અધિકારઓ અને તંત્રએ હાશકારો અનુભવ્યો હતો.
સિકકા પાસે આવેલા ગુજરાત સ્ટેટ ફર્ટિલાઇઝર એન્ડ કેમિકલ્સકંપનીના મોટી ખાવડી ખાતેના એમોનિયા લોડિંગ સ્ટેશન પર શનિવારેએમોનિયા ટેન્કરમાં ગેસ ભરાતો હતો ત્યારે એમોનિયા ગેસ લીકેજ થતાં અફડાતફડી સાથે ભારે દોડધામ મચી ગઇ હતી. ગેસ લીકેજ થતાં કંપનીના અધિકારીઓએ તાકીદે ગેસ લીકેજ બંધ કર્યું હતું. જો કે સમગ્ર કવાયત મોકડ્રીલ હોવાનું જાહેર થતાં અધિકારીઓએ રાહત અનુભવી હતી. મોકડ્રીલમાં એમોનિયા ટેન્કર ભરતી વખતે લીકેજ થયું હોવાનો તાદૃશ સિનારિયો ઊભો કરીને સેફ્ટી પેરામીટર્સના પાલન દ્વારા કઇ રીતે સફળતાપૂર્વક લીકેજને બંધ કરી દેવામાં આવે છે તેનું નિર્દશન કરાયું હતું. જીએસએફસી ફાયર સેફ્ટી, પ્રોડક્શન અને અન્ય વિભાગોના કર્મચારીઓએગેસ લીકેજ અટકાવી મોકડ્રીલને સફળ બનાવી હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.