કોર્ટનો હુકમ:સિક્કા નગરપાલિકાના પ્રમુખ સહિત 6 આરોપીના આગોતરા જામીન નામંજૂર

જામનગર4 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • માનસિક અસ્થિર સગીરાની ઓળખ છતી કરવાના ચકચારી મામલામાં કોર્ટનો હુકમ

જામનગર તાલુકાના સિક્કામાં માનસિક અસ્થિર જેવી સગીરા પર દુષ્કર્મના કેસમાં ફરિયાદ પક્ષ વિરૂધ્ધ રજૂઆતો દરમિયાન ભોગ બનનારની ઓળખ છતી થવા અંગે સિક્કા ગામના પીએસઆઇએ ફરિયાદી બનીને નોંધેલા પોક્સોની કલમ હેઠળના ગુનામાં સિક્કા નગરપાલિકાના પ્રમુખ સહિત 6 વ્યક્તિઓએ કરેલી આગોતરા જામીન અરજી અદાલતમાં રદ્દ કરી છે.

આ કેસની વિગત મુજબ ગત્ જુલાઇ માસમાં સિક્કામાં એક માનસિક અસ્થિર જેવી સગીરા સગર્ભા બન્યા બાદ એક મીહલાએ ત્રણ શખ્સો સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી.જે સામે સિક્કા નગરપાલિકાના પ્રમુખ સહિતના આગેવાનોએ એસ.પી. કચેરી સહિત ચાર સ્થળોએ જે તે સમયે લેખિત રજૂઆતોમાં ભોગ બનનારનું નામ લખ્યું હતું.

જે અગાઉ કોર્ટની પરવાનગી લીધી ન હતી અને ભોગ બનનાર સગીરાની ઓળખ છતી થતી હોવા અંગે ગત્ તા.13ના રોજ સિક્કા પીએસઆઇ જે.ડી. પરમારે ખુદ ફરિયાદી બનીને સિક્કા નગરપાલિકાના પ્રમુખ જુસબ જાકુભાઇ બારોયા, લખુભાઇ મુરાભાઇ પરમાર, આબીદ મુસ્તફા અલવારી, ઇકબાલ આદમ મેપાણી, શબ્બીર કાસમ ગંઢાર અને ઇસ્માઇલ હારૂ ભગાડ સામે પોક્સોની કલમ હેઠળ નોંધ્યો હતો.

જે બાદ નગરપાલિકાના પ્રમુખ સહિતના 6 આરોપીઓ ભગુર્ભમાં ઉતરી ગયા હતાં અને તેઓએ અત્રેની સેશન્સ અદાલતમાં આગોતરા જામીન અરજી કરી હતી.જેની અંગેની સુનાવણી પુરી થતાં અદાલતે બન્ને પક્ષોની રજૂઆતો સાંભળીને તમામની આગોતરા જામીન અરજી નામંજૂર કરી હતી. આ બનાવે જે તે સમયે સિક્કા ગામમાં ભારે ચકચાર જગાવી હતી.

અન્ય સમાચારો પણ છે...