તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બસ ની ફાળવણી:જામનગરને ગ્રીન રાખવા CNG સિટી બસ શરૂ થઈ, 40થી જરૂરિયાત છે, 10 બસ ફાળવાઈ

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

જામનગરને ગ્રીન રાખવા શહેરમાં સીએનજી બસોનો પ્રારંભ કરવામાં આવ્યો છે. જામનગર મહાનગરપાલિકાના આંગણે શુક્રવારેમહાનુભાવોના હસ્તે શહેરમાં ૩ સી.એન.જી બસોને લીલી ઝંડી આપી રવાના કરવામાં આવી હતી. રાજ્ય સરકાર દ્વારા સીએમ અર્બન બસ પ્રોગ્રામ હેઠળ જામનગર શહેર વિસ્તારમાં ૩૦ લોકોની ક્ષમતા સાથેની દસ મિની સીએનજી બસ પીપીપીના ધોરણે ચલાવવામાં આવશે. જામનગરમાં હાલ ૩ બસો કાર્યરત કરવામાં આવી છે.

જેમાં બીજા તબક્કામાં અન્ય બસોને જરૂરિયાત મુજબના રૂટ પર ચલાવવામાં આવશે. જામનગર શહેરના વિસ્તારને ધ્યાને લેતા અંદાજે ૪૦ જેટલી બસોની જરૂરિયાત છે. જેમાં મહાનગરપાલિકા દ્વારા પ્રથમ તબક્કામાં ૧૦ ડીઝલ ઓપરેટેડ બસો ખરીદવામાં આવી હતી. પરંતુ પર્યાવરણને વધુ સ્વચ્છ અને પ્રદૂષણમુક્ત કરવા માટે મુખ્યમંત્રી દ્વારા રાજ્યમાં સીએનજીનો વ્યાપ વધારવામાં આવ્યો છે ત્યારે જામનગરમાં હવે સીએનજી બસો ચલાવવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે ગ્રહ સ્થિતિ અનુકૂળ રહેશે. વાતચીત કરીને તમે તમારા કામ કઢાવી શકશો. તમારી કોઇ નબળાઈ ઉપર પણ તમે કામ કઢાવી શકવામાં સક્ષમ રહેશો. મિત્રોનો સાથ અને સહયોગ તમારી હિંમત અને તાકાતને વધારશે. ને...

  વધુ વાંચો