તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સુવિધા:જામનગરમાં રિલાયન્સ દ્વારા તૈયાર કરવામા આવેલી 400 બેડની કોવિડ હોસ્પિટલનું સીએમના હસ્તે ઈ-લોકાર્પણ

જામનગર4 દિવસ પહેલા
 • જામનગરની ડેન્ટલ કોલેજમાં કોવિડ હોસ્પિટલની શરૂઆત કરવામા આવી
 • ઓક્સિજન, વેન્ટિલેટરની સુવિધાથી સજ્જ હોસ્પિટલનો પ્રારંભ

જામનગર શહેરમાં કોરોનાની સારવાર માટે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા નિર્મિત 400 બેડની કોવિડ હોસ્પિટલની કામગીરી પૂર્ણ થતા આજે સીએમ રૂપાણીના હસ્તે ઈ-લોકાર્પણ કરવામા આવ્યું હતું. જામનગર જિલ્લા ઉપરાંત આસપાસના જિલ્લામાં વધેલા કોરોના સંક્રમણના પગલે જામનગરની જીજી હોસ્પિટલ પર ભારણ વધતા જિલ્લામાં કોવિડની સારવાર માટે વ્યવસ્થામાં વધારો કરવો અનિવાર્ય બન્યો હતો.

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ દ્વારા 1000 બેડની સુવિધા ઉભી કરવાની જાહેરાત કરવામા આવી હતી.જેમાંથી પ્રથમ 400 બેડની સુવિધા ધરાવતી હોસ્પિટલ આજથી કાર્યરત કરી દેવામા આવી છે.જયારે અઠવાડિયામાં જ વધુ 600 બેડ તૈયાર કરવામાં આવશે. આ હોસ્પિટલ કાર્યરત થતા જામનગરની સાથે જ દેવભૂમિ દ્વારકા, પોરબંદર સહિતના જિલ્લાના કોરોના દર્દીઓને પણ ઉત્તમ સારવાર મળી રહેશે. જામનગર કોલેજમાં તૈયાર કરવામા આવેલી હોસ્પિટલનું આજે સીએમના હસ્તે ઈ-લોકાર્પણ કરવામા આવ્યું હતું.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ કોવિડની સારવાર માટે જરુરી માળખાગત સુવિધામાં વધારો કરવામા આવી રહ્યો છે. જેમાં ઓક્સિજન બેડની તાતી જરૂરિયાત ધ્યાનમાં રાખીને કુરંગા પાસે આવેલ આર.એસ.પી. એલ કંપની દ્વારા 50 લાખના ખર્ચે નવ હજાર લીટર ટેન્ક ઓક્સિજનની જનરલ હોસ્પિટલ ખાતે તાત્કાલિક કામગીરી હાથ ધરીને સાત દિવસમાં ઓક્સિઝન ટેન્ક્સ ઉભી કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો