તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

નિમણૂક:જામનગરના ઉચ્ચતર માધ્મમિક શાળાના 41 શિક્ષકોને CM દ્વારા વર્ચ્યુઅલ માધ્યમથી નિમણૂકપત્રો એનાયત કરાયા

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • નિમણૂકપત્રો મેળવનાર ઉમેદવારોએ સરકારનો આભાર વ્યકત કર્યો

જિલ્લા કલેક્ટર કચેરી જામનગર ખાતે જિલ્લાની બિનસરકારી અનુદાનિત શાળાઓના ઉચ્ચતર માધ્યમિક વિભાગના 41 શિક્ષણ સહાયકોને મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં નિમણૂક પત્રો એનાયત કરવાનો કાર્યક્રમ યોજાયો હતો.જેમાં જિલ્લા કલેક્ટર રવિશંકર, મ્યુનિસિપલ કમિશનર સતીશ પટેલ, અધિક કલેક્ટર રાજેન્દ્ર સરવૈયા સહિતના અધિકારીઓ દ્વારા ઉમેદવારોને નિમણૂક પત્રો એનાયત કરવામાં આવ્યા હતાં.

આ પ્રસંગે જિલ્લા કલેક્ટર રવિશંકરે નિમણૂક પામેલ તમામ ઉમેદવારોને અભિનંદન પાઠવતા જણાવ્યું હતું કે સમાજના સર્વાંગી વિકાસમાં શિક્ષકની ભૂમિકા અતિ મહત્વની હોય છે. હાલ ચાલી રહેલ કોરોના મહામારીમાં પણ શિક્ષણ વિભાગ દ્વારા ઉત્તમ કામગીરી થઈ રહી છે અને કર્તવ્યનિષ્ઠા આ શ્રેષ્ઠ વારસાને આગામી સમયમાં પણ આપ સૌ જાળવી રાખશો તેવી સૌને આશા છે.શિક્ષણ થકી આપ સૌ ભારતને વિશ્વ ગુરુ સુધી પહોંચાડશો અને દેશના ઉજ્જવળ ભવિષ્યના નિર્માણમાં તમારું પાયાનું યોગદાન રહે તેવી જિલ્લા કલેક્ટરએ આ તકે અભ્યર્થના વ્યક્ત કરી હતી.

આ પ્રસંગે શિક્ષક સહાયક તરીકે લાલપુરની એલ.એલ.મહેતા કન્યાશાળા ખાતે નિમણૂક પામેલ ઉમેદવાર વઘાસીયા ક્રિષ્નાએ જણાવ્યું હતું કે કોરોના મહામારીમાં પણ સરકારે પારદર્શી અને ન્યાયપૂર્ણ રીતે ભરતી પ્રક્રિયા આગળ ધપાવી અમને રોજગારી પુરી પાડી એ બદલ મુખ્યમંત્રી તથા રાજ્ય સરકારનો આભાર વ્યક્ત કરું છું.તેમજ આવી વિકટ પરિસ્થિતિમાં પણ ભરતીની પ્રક્રિયા ઓનલાઈન હાથ ધરી ઝડપથી સૌને રોજગારી પ્રાપ્ત થાય તે દિશામાં કરવામાં આવેલ ત્વરિત કાર્યવાહી માટે ભરતી પ્રક્રિયામાં જોડાયેલ દરેકને તમામ ઉમેદવાર વતી અભિનંદન પાઠવું છું.

સમગ્ર કાર્યકમનું સંચાલન ડૉ. બી.એન.દવે, એજ્યુકેશન ઇન્સ્પેક્ટર તથા આભાર વિધિ આચાર્ય મધુબેન ભટ્ટ દ્વારા કરવામાં આવી હતી.આ પ્રસંગે જિલ્લા શિક્ષણાધિકારી એસ.એલ.ડોડીયા,ડી.ઇ.ઓ. કચેરી જામનગર ખાતે જિલ્લા શૈક્ષણીક સંઘ સંકલન સમિતિ પ્રમુખ ઓ, મંત્રીશ્રીઓ, હોદ્દેદારો તથા શાળાઓના ટ્રસ્ટીઓ તથા આચાર્ય ઓ ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...