વાતાવરણમાં પલટો:જામનગરમાં વાદળોની હડિયાપટ્ટી, સામાન્ય વઘધટ વચ્ચે અસહ્ય ઉકળાટ અને બફારાથી જનજીવન ત્રસ્ત

જામનગર16 દિવસ પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેર સહિત જીલ્લાભરમાં તિવ્ર ગરમીના મોજા વચ્ચે ગુરૂવારે આકરા તાપથી જનજીવને આંશિક રાહતનો અનુભવ કર્યો હતો.શહેરમાં સવારે આકાશમાં વાદળો છવાતા ધાબડીયો માહોલ રહયો હતો અને સુર્યદેવ સંતાકુકડી રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. જ્યારે સાંજે ફરી વાતાવરણ ગોરંભાયું હતું અને આકાશમાં વાદળોની હડિયાપટ્ટી જોવા મળી હતી.

જે દરમિયાન મહતમ તાપમાન પોણો ડિગ્રી ઘટાડા સાથે 38 ડિગ્રી પર સ્થિર થયુ હતુ જેથી ગરમીનુ જોર આંશિક રીતે ઘટયુ હતુ. જયારે 10થી 20 કિ.મિ.ની ઝડપે ફૂંકાયેલો પવન એક તબકકે 30 કિ.મિ.ને આંબી જતા બપોર બાદ આકરી ગરમીથી જનજીવને પણ આંશિક રાહત અનુભવી હતી.

જામનગરમાં છેલ્લા એકાદ સપ્તાહથી મહતમ તાપમાનનો પારો 37 ડીગ્રીથી 39 ડિગ્રી વચ્ચે સ્થિર થતા બપોરના સુમારે સુર્યના આકરા મિજાજ વચ્ચે અંગ દઝાડતા તાપ સાથે અસહ્ય ગરમીનો અહેસાસ જનજીવન કરી રહયુ છે.જામનગરમાં ગુરૂવારે સવારે વાતાવરણમાં પલટો જોવા મળ્યો હતો અને આકાશમાં આછા વાદળો છવાયેલા રહયા હતા જેના પગલે અવાર નવાર સુર્ય પણ સંતાકુકડી રમતા જોવા મળ્યા હતા.

5 દિવસનું તાપમાન

વારમહતમલઘુતમ
રવિવાર37.527.5
સોમવાર3927
મંગળવાર3737
બુધવાર38.626
ગુરૂવાર3827.5

​​​

અન્ય સમાચારો પણ છે...