ટાઢોડું:જામનગરમાં વાદળો વિખેરાતા ફરી ઠંડીનું જોર, પારો 18.5 ડિગ્રી

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
જામનગરમાં મોર્નિગ વોકનો ક્રેઝ વધ્યો - Divya Bhaskar
જામનગરમાં મોર્નિગ વોકનો ક્રેઝ વધ્યો
  • ચોવીસ કલાકમાં જ લઘુતમ તાપમાન ત્રણ ડિગ્રી ગગડ્યું
  • ભેજના કારણે વહેલી સવારે ગાઢ ધુમ્મસનુ આવરણ છવાયુ

જામનગર સહિત હાલારભરમાં સતત બે દિવસ સુધી હવામાનમાં પલટા બાદ શનિવારે સવારથી વાતાવરણ સ્વસ્છ થયુ હતુ.જયારે વાદળો વિખેરાતા જામનગરમાં ઠંડીએ પણ ફરી વેગ પકડતા પારો વધુ ત્રણ ડીગ્રી નીચે સરકયો હતો અને લઘુતમ તાપમાન 18 ડીગ્રી પર સ્થિર થયુ હતુ.ભેજના ઉંચા પ્રમાણથી વહેલી સવારે ધુમ્મસનુ ગાઢ આવરણ છવાતા ઘોરીમાર્ગો પર નિકળેલા વાહન ચાલકોએ હાલાકીનો સામનો કર્યો હતો. જામનગરમાં ગુરૂવાર અને શુક્રવારે ગોરંભાયેલા આકાશમાંથી સમયાંતરે હળવા છાંટા પડયા હતા.જયારે જિલ્લામાં અમુક સ્થળે કમૌસમી વરસાદ પડયો હતો. જે બાદ શનિવારે જામનગર સહિત હાલારમાં વાદળો હટતા વાતાવરણ સ્વસ્છ થયુ હતુ.જામનગરમાં હવામાન સ્વસ્છ થયા બાદ ફરી ઠંડીનુ જોર વધ્યુ હતુ.ચોવીસ કલાકમાં જ લઘુતમ તાપમાનનો પારો ત્રણ ડીગ્રી નીચે સરકી 18.5 ડીગ્રીએ પહોચ્યો હતો. બીજી બાજુ હજુ પણ મહતમ તાપમાન ત્રીસ ડીગ્રીને પાર રહયુ હતુ. જોકે,ભેજનુ પ્રમાણ વધી એંશી ટકાએ પહોચી જતા વહેલી સવારે ધુમ્મસનુ ગાઢ આવરણ છવાયુ હતુ.જેના પગલે શહેરને જોડતા માર્ગો પર અવર જવર કરતા વાહનચાલકોએ હાલાકીનો સામનો પણ કર્યો હતો.

જામનગર શહેરમાં ઠંડી વધતાની સાથે જ માેર્નિગ વોકનો ક્રેઝ પણ વધ્યો છે અને શહેરના હાર્દસમા લાખોટા તળાવ, જોગસ પાર્ક, શરૂસેકશન રોડ સહિતના સ્થળોએ શહેરીજનો વ્હેલી સવારથી ચાલવા માટે નિકળી પડે છે.

રાત્રે તાપમાનમાં અસામાન્ય વધ ઘટ શુક્રવારે પારો ઉંચકાયો પછી પટકાયો
જામનગરમાં ગુરૂવારે હવામાનમાં પલટા બાદ રાત્રીના તાપમાનમાં અસામાન્ય વધઘટ જોવા મળી હતી જેમાં શુક્રવારે એકાએક પારો 4 ડીગ્રી ઉંચકાયો હતો અને 21.5 ડીગ્રીએ પહોચ્યો હતો જે બાદ ફરી શનિવારે લઘુતમ તાપમાન ત્રણ ડીગ્રી નીચે સરકી 18.5 ડીગ્રીએ સ્થિર થયુ હતુ જેથી જનજીવને ગુલાબી ઠંડીનો અહેસાસ કર્યો હતો. ખાસ કરી મોડી સાંજે ફુંકાયેલી શિતલહેરોના કારણે પણ વાતાવરણ ટાઢુબોળ રહયુ હતુ.

અન્ય સમાચારો પણ છે...