ચેમ્પીયનશીપ:જામનગર શહેરમાં કેદાર લાલ કપ-2022 રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જય ઈલેવને ચેમ્પીયનશીપ મેળળવવા 130ના લક્ષ્યને 12મી ઓવરના છેલ્લા દડા પર છગ્ગો મારી વિજય મેળવ્યો

જામનગર શહેરના તમામ વોર્ડ વચ્ચે અલગ રીતે પ્રથમ વખત આયોજીત કરાયેલી કેદાર લાલ કપ-2022 રાત્રી પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનું સમાપન થયું હતું. જામનગરના તમામ વોર્ડના દરેક કોર્પોરેટરોની ટીમ તેમજ તમામ વોર્ડના ભાજપ પ્રમુખની ટીમ ઉપરાંત શહેર ભાજપ પ્રમુખ ઈલેવન સહિત આ કેદાર લાલ રાત્રી પ્રકાશ ટુર્નામેન્ટમાં કુલ 78 ટીમોએ ભાગ લીધો હતો.

30 દિવસ દરમિયન રમાયેલી ઓલ વોર્ડ ક્રિકેટ ટુર્નામેન્ટમાં ચેમ્પીયન શીપનો અતિમ મુકાબલો વોર્ડ નં.2 ના કોર્પોરેટર જયેન્દ્રસિંહ મહિપતસિંહ ઝાલાની ટીમ જય ઈલેવન અને વોર્ડ નં.6 ના કોર્પોરેટર જશુબા અનિરૂધ્ધસિંહ ઝાલાની વૂલનમીલ ક્રિકેટ કલબ વચ્ચે તા.12ના પ્રદર્શન મેદાન પર રમાયો હતો. સમગ્ર ટૂર્નામેન્ટના તમામ મેચ 10-10 ઓવરના રમાયા હતા. પરતુ ચેમ્પીયનશીપ માટેનો ફાઈનલ મેચ 12-12 ઓવરનો રાખવામાં આવ્યો હતો.

શહેરમાં રમત-ગમત પ્રવૃતિઓને પ્રોત્સાહન આપવા માટે લાલ પરિવારના ટ્રસ્ટો એચ.જે.લાલ (બાબુભાઈ લાલ) ચેરીટેબ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશન દ્વારા આયોજીત આ નવતર રાત્રિ પ્રકાશ ક્રિકેટ ટુર્નામેન્ટનો આખરી જંગ તા.12 પ્રદર્શન મેદાન પર રમાયો ત્યારે વિશાળ સંખ્યામાં શહેરના ક્રિકેટ પ્રેમીઓ ઉપસ્થિત રહયા હતાં.

આ ટૂર્નામેન્ટના અંતિમ મુકાબલા માટે બન્ને ટીમો વચ્ચેનો ટોસ આયોજક સંસ્થાઓના ટ્રસ્ટી જીતુભાઈ લાલે કરાવ્યો હતો. જેમાં વોર્ડ નં.2 ની ટીમ જય ઈલેવને ટોસ જીતીને ફીલ્ડીંગ પસંદ કરી હતી. જેમાં અંતિમ મેચમાં ડબલ્યુએમસીસી ટીમે 129 રન 8 વિકેટના ભોગે કર્યા હતાં. ફાઈનલ મેચમાં વોર્ડ નં.6 ની જય ઈલેવને ચેમ્પીયનશીપ મેળળવવા માટેના 130ના લક્ષ્યને 12 મી ઓવરના છેલ્લા દડા પર છગ્ગો ફટકારીને વિજય મેળવ્યો હતો અને ચેમ્પીયનશીપ હાંસલ કરી હતી.

ટુર્નામેન્ટમાં ડો.પ્રશાતભાઈ કોરાટ, સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, ડો. વિમલભાઈ કગથરા, અભયસિંહ ચૌહાણ, સત્યદિપસિહ પરમાર, હરદેવસિંહ ગોહીલ, બાબુભાઈ ચાવડા, મેરામણભાઈ ભાટુ, વિજયસિહ જેઠવા, આકાશભાઈ બારડ, લાલજીભાઈ સોલંકી, મયુરભાઈ રામભાઈ ગઢવી, બિપેન્દ્રસિંહ જાડેજા, સુરેશભાઈ તન્ના પ્રવિણસિંહ ઝાલા, પરેશભાઈ મહેતા સહિત એચ.જે.લાલ ચેરીટેબલ ટ્રસ્ટ અને કેદાર લાલ ફાઉન્ડેશનના ટ્રસ્ટીઓ જીતુભાઈ લાલ, મિતેષભાઈ લાલ, ક્રિષ્નરાજ લાલ, વિરાજભાઈ લાલ સહિતના અગ્રણીઓ અને શહેરના ક્રિકેટ પ્રેમીઓએ વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહી પ્રોત્સાહન પુરૂ પાડયું હતું.

અન્ય સમાચારો પણ છે...