જામનગર તાલુકાના બેડ ગામે રાજ્યના કૃષિ, પશુપાલન અને ગૌસંવર્ધન મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા બેડ બંધારા અને સસોઈ નદીની વચ્ચે આવેલા ચેકડેમનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. તેમજ હનુમાન મંદિર પાસે આવેલ પાણીના ટાંકાથી વાકોલ માતાજીનાં મંદિર સુધી પાણીની પાઇપલાઇનના કામનું ખાતમુહૂર્ત કર્યું હતું.
કૃષિમંત્રીએ જણાવ્યું હતું કે, આગામી ચોમાસા પહેલા ખાતમુહર્ત કરાયેલા આ 20 મીટર લંબાઈ ધરાવતા ચેકડેમનું કાર્ય પૂર્ણ થઈ જવાથી પાણીનો સંગ્રહ થશે જેનાથી ગામના ખેડૂતોને સિંચાઈ માટે પાણીની મદદ મળી રહેશે તેમજ વાકોલ માતાજીનાં મંદિરે આવતા શ્રદ્ધાળુઓને પાણીની સુવિધા મળી રહેવાથી આસ્થાના કેન્દ્રની સાથે સાથે મંદિર પર્યટન સ્થળ તરીકે પણ વિકસશે.
જી.એસ.એફ.સી.નાં સહયોગથી પાણીની પાઇપલાઇન માટે 10 લાખની રકમ મંજૂર કરવામાં આવી છે. કાર્યક્રમમાં જામનગર જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, બેડ ગામના સરપંચ કેશુભા જાડેજા, સાપર ગામના સરપંચ બળૂભા જાડેજા, સિંચાઇ સમિતિના ચેરમેન વિનોદભાઇ , સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર ખાંટ સહિતના અધિકારીઓ તેમજ સમસ્ત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.