સમસ્યાનો તંત્ર દ્વારા કરાતો નિકાલ:જામનગરમાં જેટિંગ મશીન, બકેટ મશીનથી ભૂગર્ભ ગટરની સફાઈ

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગટર ઉભરાવવાની કે ભરાવવાની સમસ્યાનો તંત્ર દ્વારા કરાતો નિકાલ

જામનગર શહેરમાં મનપા દ્વારા સફાઈની કામગીરી જોરશોરથી હાથ ધરવામાં આવી રહી છે. હવે દરેક વિસ્તારમાં જેટીંગ મશીન અને બકેટ મશીન દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ કરવામાં આવી રહી છે. જેના કારણે ગટર ભરાવવાની તેમજ ઉભરાવવાની સમસ્યાઓનો નિકાલ થઈ જાય છે.

જામનગર મનપાના સાઉથ ઝોન વિસ્તારના વોર્ડ નં.14ના દિગ્વિજય પ્લોટ શેરી નં.56 વિનાયક રેસીડેન્સી પાસે તથા ઈસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નં.9ના ગવર્મેન્ટ કોલોનીમાં તથા વોર્ડ નં. 10ના સ્વામિનારાયણનગર તથા વેસ્ટ ઝોન વિસ્તારના વોર્ડ નંબર 7ના પ્રસાદનગર વિસ્તારમાં જેટિંગ મશીન તથા બકેટ મશીન દ્વારા ભૂગર્ભ ગટરની સફાઈ કામગીરી હાથ ધરાઇ છે.

અન્ય સમાચારો પણ છે...