20 મહિના બાદ ઓફલાઈન શિક્ષણ:રાજ્યની શાળાઓમાં આજથી ધોરણ 1 થી 5ના વર્ગો શરૂ થયા, વાલીઓએ સંમતિપત્રક આપવાનું રહેશે

જામનગર11 દિવસ પહેલા
  • પ્રથમ દિવસે શાળામાં આવેલા વિદ્યાર્થીઓનું સ્વાગત કરવામા આવ્યું
  • કોવિડ ગાઈડલાઇનઅને પ્રોટોકલ સાથે શાળાઓ શરૂ થઈ

ગુજરાતભરમાં કોરોના મહામારીના કપરા કાળના કારણે 20 મહિના પછી આજથી ધો. 1 થી 5ની શાળાઓમાં ઓફલાઈન શૈક્ષણિક કાર્યનો પ્રારંભ સરકારની સૂચનાના પગલે થયો છે. આ પગલે પ્રાથમિક શાળાઓ માસુમ ભૂલકાઓના કલરવથી ગુંજી ઉઠી હતી. જો કે આજે અને આવતીકાલ એમ બે દિવસ સંમતિપત્રક વિતરણ કરાશે અને જે વાલીઓ સંમતિપત્ર આપશે તેમના સંતાનોને શાળાના વર્ગખંડમાં શિક્ષણ આપવાના કાર્યનો આરંભ કરાશે.

રાજ્ય સરકારે છુટ આપતાં આજથી પ્રાથમિક શાળાઓમાં ધો. 1થી 5નું ઓફલાઈન શૈક્ષણિક કાર્ય શરૂ કરવામાં આવ્યું છે. જામનગર શહેરમાં 45સરકારી અને 124 ખાનગી પ્રાથમિક શાળાઓને તેમજ જિલ્લામાં 663 સરકારી તેમજ 248 ખાનગી શાળાઓ સહિત શહેર જિલ્લામાં કુલ 1080 પ્રાથમિક શાળાઓને તંત્ર દ્વારા સરકારી પત્ર મુજબ કામગીરી કરવા સૂચના આપવામાં આવી છે.

જ્યારે 1થી5 ની સ્કૂલો શરૂ થઈ છે. ત્યારે 20 મહિના બાદ સ્કૂલોમાં વિદ્યાર્થીઓનો કિલકિલાટ જોવા મળ્યો છે. જેનાથી સ્કૂલ પરિસરમાં સુંદર દ્રશ્યો પણ જોવા મળ્યાં છે. સ્કૂલ શરૂ થતાં બાળકોમાં પણ ખુશી જોવા મળી. હતી અને તેઓ હર્ષભેર સ્કૂલે આવ્યાં હતાં તો અનેક સ્કૂલો દ્વારા આજથી સંમતિપત્ર આપવામાં આવશે. આજે અને કાલે ૨ દિવસમાં સંમતિપત્ર ભરાવવામાં આવશે. ત્યાર બાદ ૨ દિવસમાં સ્કૂલો સંપૂર્ણ શરૂ થઈ જશે. ઉપરાંત જે બાળકોના વાલી સંમતિપત્ર નહિ આપે તેમના ઓનલાઈન ક્લાસ પણ ચાલુ રાખવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...