જામનગર શહેરના ખોડીયાર કોલોની પાસે આવેલી ગૌશાળા નજીકની મસ્જિદમાં દેખરેખ બાબતે બે પરીવાર વચ્ચે વાંધો પડતા બન્ને પક્ષે તલવાર, પાઇપ વગેરે હથિયારથી એકબીજા પર તૂટી પડતા અનેક લોકોને ઇજા પહોચી હતી. બન્ને પક્ષે એકબીજા સામે પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.
જામનગર શહેરના મદીના મસ્જીદ પાસે ગૌશાળાની બાજુમાં મહેબુબ ગફાર ખફીના પિતા અબાસભાઇ મદીના મસ્જીદમાં દેખરેખનું કામ રાખતા હોય જે બાબતે વાંધો ચાલતો હોય તેનેા ખાર રાખી અમીન ઇકબાલ ખફી, ઇરફાન ઇકબાલ ખફી, ઇમ્તીયાઝ ઇકબાલ ખફી, અબ્દુલ ઉર્ફે મદ્રાસી, મુસતુફા ઉર્ફે વિકમ તથા રફીક નામના શખસે અબાસભાઇને ગાળો આપી તલવાર, પાઇપ વગેરે મારી નાની મોટી મુંઢ ઇજા કરતા પોલીસમાં ફરિયાદ થઇ છે.
સામા પક્ષે મોહમદ રફીક ગંભીરસા કાદરીએ ફરિયાદ નોંધાવી છેકે, તેઓ દોઢ વાગ્યાની આસપાસ રફીકના ઘર પાસેથી નિકળતા રફીક તથા અન્ય ઉભા હોય, ઇમામખાનામાં રસી લેવાનું મુકી દો અને લાફો મારેલ જે બાદ સેફદ કલરની કાર નં. જીજે-27કે-2083 માંથી તલવાર, છરી જેવા હથિયારો લઇ તુટી પડતા મોહમદ રફીક, ઇરફાર, ઇમ્તીયાઝ સહિતનાઓને ઇજા પહોચતા સામી પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પેાલીસે બન્ને પક્ષોની ફરિયાદ પરથી ગુનાે દાખલ કરી પીઆઇ ગોંડલીયાએ તપાસ હાથ ધરી છે. માથાકુટના પગલે આ વિસ્તારમાં અફડા તફડીનો માહોલ સર્જાયો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.