વીડિયો વાયરલ:દ્વારકાના રૂપેણ બંદરમાં બે જૂથ વચ્ચે અથડામણ, ચાર-પાંચ શખ્સો એક યુવક પર લાકડીઓ લઇને તૂટી પડ્યા

જામનગર15 દિવસ પહેલા
  • બન્ને પક્ષના એક-એક વ્યક્તિને ઈજાઓ પહોંચતા હોસ્પિટલ ખસેડાયા
  • સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ થોડીવારમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું

દેવભૂમિ દ્વારકાના રૂપેણ બંદર વિસ્તારમાં સામાન્ય બાબતમાં મારા મારીની ઘટના બની હતી. જેનો વીડિયો પણ સામે આવ્યો છે. બે જૂથો વચ્ચે અથડામણ થઈ હતી. જેમાં ચારથી પાંચ શખ્સો એક યુવક પર લાકડીઓ લઈને તૂટી પડ્યા હોવાનું જોવા મળ્યું છે. બન્ને પક્ષના એક-એક વ્યક્તિને ઈજાઓ પહોંચી હતી. જેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે.

રૂપેણ બંદરના માછીમારી વિસ્તારમાં આવેલા શાંતિનગરમાં સામાન્ય બાબતે બોલાચાલી થતાં બે જુથો વચ્ચે મારામારી થઈ હતી. સામ સામે બન્ને પક્ષ દ્વારા ધોકા, લાકડીઓના છુટા ઘા કરવામાં આવ્યાં હતા. સામાન્ય બાબતમાં થયેલી બોલાચાલીએ થોડીવારમાં મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. જેનો એક વીડિયો પણ સામે આવ્યો છે. જેમાં 4થી 5 વ્યક્તિઓ એક યુવાનને ધોકા, લાકડીઓ સહિતની વસ્તુથી મારમારી રહ્યા હોવાનું જોવા મળ્યું છે. યુવાન પર 4થી 5 લોકોએ હુમલો કરતા યુવાનને ગંભીર ઈજા પહોંચી હતી. જેથી તેને દ્વારકાની સરકારી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.

આ મારામારીની ઘટનામાં બન્ને પક્ષના એક-એક વ્યક્તિને ઈજા પહોંચી હતી. જેથી તેઓને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં છે. પ્રાથમિક જાણવા મળતી વિગત મુજબ ઘર નજીક પાઈપલાઈન નાખવાને લઈ મારામારીની ઘટના બની હતી. જોકે, હજુ સુધી સત્ય હકિકત બહાર આવી નથી. ત્યારે આ ઘટનાનો વીડિયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. આ ઘટનાને લઈ હજુ સુધી પોલીસ ચોપડે કોઈ ગુનો નોંધાયો નથી.

અન્ય સમાચારો પણ છે...