ગ્રામ પંચાયતનો ચૂંટણી જંગ:કાલાવડની નિકાવા ગ્રામ પંચાયતમાં ભાજપ અને કૉંગ્રેસ પ્રેરિત પેનલ વચ્ચે કાંટે કી ટક્કર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 9000ની વસતી ધરાવતા ગામમાં 4097 મતદારો
  • નિકાવા ગામ માં મહિલા સરપંચ પદ અનામત હોવાથી પૂર્વ સરપંચના પત્ની અને તાલુકા પંચાયત સદસ્ય ના પત્ની મેદાનમાં

જામનગર જીલ્લાનું કાલાવડ તાલુકાનું નિકાવા ગામ માં ગ્રામ પંચાયત ચૂંટણી જંગ જામ્યો છે જ્યારે ગ્રામ પંચાયત ચૂંટણીમાં ભાજપ પ્રેરિત પેનલ અને કોંગ્રેસ પ્રેરિત પેનલ નો ચૂંટણી સંગ્રામ જામ્યો છે.

કાલાવડ તાલુકાની નિકાવા ગ્રામ પંચાયતમાં આ વર્ષે મહિલા અનામત સરપંચ પદની ચૂંટણી યોજાવાની છે જેમાં ગામ ની વાત કરીએ તો ભાજપ પ્રેરિત પેનલમાંથી પૂર્વ સરપંચ ના મહિલા મીનાબેન રાજેશભાઈ મારવીયા એ ભાજપ પ્રેરિત પેનલમાંથી સરપંચ પદની ઉમેદવારી નોંધાવી છે.તેમજ કોંગ્રેસ પ્રેરિત પેનલમાંથી સરપંચ પદના ઉમેદવાર તાલુકા પંચાયતના સદસ્ય ના પત્નીએ નોંધાવી છે જેમાં જયાબેન રાઘવજીભાઇ તાળા એ સરપંચ પદની ઉમેદવારી નોંધાવી છે.

નિકાવા ગામ માં 2 સરપંચ પદના ઉમેદવારો તેમજ કુલ વોર્ડની સંખ્યા 10 આવેલી છે અને ગ્રામ પંચાયતના 18 સભ્યો ચૂંટણી લડી રહ્યા છે જેમાં એક ગ્રામ પંચાયતના સભ્યોની બેઠક બિનહરીફ થઈ હતી જ્યારે ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય સહિત કુલ 20 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં ઉતર્યા છેઆ વખતે નિકાવા ગામ એ ભાજપ કોંગ્રેસ પક્ષથી પ્રેરિત ચૂંટણી યોજાઈ રહી છે.

નિકાવા ગામ માં પેવર બ્લોકનું થોડું બાકી છે , જ્યારે સ્ટ્રીટ લાઈટ નું કામ 50 ટકા પૂર્ણ થઇ ગયું છે .પાણીની સુવિધા ઉપલબ્ધ છે તેમજ ભૂગર્ભ ગટર નું કામ ગામમાં પૂર્ણ થઇ ગયું છેનિકાવા ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ગ્રામજનો ને ગામના રોડ રસ્તા પાણી જેવી અનેક સુવિધાઓ ઉપલબ્ધ છે તેમજ આરોગ્ય કેન્દ્ર પણ છે પશુ દવાખાનું પણ બનાવવામાં આવ્યું છે ત્યારે ગામલોકોની મુખ્ય માગણી ની વાત કરીએ તો નિકાવા ગામ આજુબાજુના 25 ગામને જોડતો તું એક મોટું ગામ છે જ્યારે ગામમાં એક આરોગ્ય કેન્દ્રનું પીએચસી સેન્ટર ની જરૂરિયાત છે તેમજ હાઈસ્કૂલ માટેની પણ સખત જરૂરિયાત છે તેવી ગામલોકોની સરપંચ પદ ના ઉમેદવારો પાસે માગણી છે જ્યારે હવે એ જોવાનું રહ્યું કે બંને ઉમેદવારો ગ્રામજનોને મુખ્ય માંગણી પૂરી કરવાનો વિશ્વાસ કેવી રીતે મેળવે છે અને કોણ મેળવશે તે તો ગ્રામ પંચાયતની ચૂંટણીના પરિણામ બાદ જ ખ્યાલ આવશે.

જ્યારે કાલાવડ તાલુકાના નિકાવા ગામ ની વાત કરીએ તો જ્ઞાતિ-જાતિના સમિકરણો જોઈએ તો ગામમાં 9 હજાર લોકોની વસ્તી ધરાવતું ગામ છે.જેમાં મતદારોની સંખ્યા 4097 જેટલી છે જ્યારે નિકાવા ગામ માં પટેલ, બ્રાહ્મણ, કુંભાર ભરવાડ,દલિત,મોચી,સુથાર, મુસ્લિમ સહિતના લોકો વસવાટ કરે છે જેમાં સૌથી વધારે પટેલ જ્ઞાતિની વસ્તી વધુ ધરાવે છે જ્યારે સરપંચ પદના મહિલા ઉમેદવારો પણ બંને પટેલ સમાજમાંથી આવે છે.

જ્યારે ગામની ગ્રામ પંચાયતની ચૂંટણી વિકાસના મુદ્દા પર લડવામાં આવી રહી છે. અને ગામમાં રોડ રસ્તા પાણી જેવી સુવિધા ઉપલબ્ધ છે અને ભૂગર્ભ ગટર સુવિધા છે. સ્ટ્રીટ લાઇટની 60 ટકા કામગીરી ની પૂર્ણ થઈ ગઈ છે અને ગામલોકોને તો મુખ્ય મુદ્દા ની વાત કરીએ તો સી.એચ.સી સેન્ટર હોસ્પિટલ અને ઉચ્ચતર માધ્યમિક શાળાની જરૂરિયાત છે તેવું ગામ લોકોમાંથી જાણવા મળી રહ્યું છે હવે આગામી દિવસોમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં કયા ઉમેદવાર ગ્રામજનોના માગણીઓ પૂરી કરાવી શકવાનો વિશ્વાસ મેળવશે અને મહિલા સરપંચ પદનું સુકાની કોણ સંભાળશે તે આગામી ચૂંટણી પરિણામમાં જ ખ્યાલ આવશે.

અન્ય સમાચારો પણ છે...