જૂથ અથડામણ:કાલાવડની શીતળા કોલોનીમાં વાણંદની કેબીન હટાવવા મુદ્દે કેબીનધારક અને સ્થાનિકો વચ્ચે ઘર્ષણ, 6 લોકો ઘાયલ થયા

જામનગર7 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બંને પક્ષે સામસામી પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી

જામનગર જિલ્લાના કાલાવડની શીતલા કોલોનીમાં વાણંદ કામની કેબીન ઊભી કરવાના પ્રશ્નને બે જૂથ વચ્ચે તકરાર થઈ હતી, અને બંને પક્ષે સામ સામે મારામારીમાં 6 વ્યક્તિને ઇજા થઇ છે. પોલીસે બંને પક્ષે સામ સામે હુમલા અંગે ફરિયાદ નોંધી છે.

કેબીન હટાવવા મુદ્દે બંને પક્ષો વચ્ચે બબાલ થઈ
જામનગર જિલ્લાના કાલાવડમાં શીતલા કોલોની વિસ્તારમાં રહેતા અને વાણંદ કામની કેબીન ચલાવતા હિતેશ જગદીશભાઈ લીંબાણી નામના કેબીનધારકે પોતાના ઉપર તેમજ પોતાના ભાઈ અને પિતા ઉપર હૂમલો કરી ઇજા પહોંચાડવા અંગે સ્થાનિક વિસ્તારમાં રહેતા બાબુભાઈ લખુભાઈ ઝીંઝુવાડિયા, પ્રકાશ બાબુભાઇ ઝીંઝુવાડીયા, ભાવેશ બાબુભાઈ ઝીંઝુવાડીયા, વગેરે સામે ફરિયાદ નોંધાવી છે. વાણંદ કામિની કેબીન ઉભી કરવાના કારણે કેટલાક શખ્સો કેબીન પાસે એકઠા થાય છે. તેમ જ કેબીનની પાછળ જાહેરમાં જાજરૂ કરતા હોવાથી પાડોશીઓ ના પરિવારને, જેમાં ખાસ કરીને મહિલા સભ્યોને ભારે તકલીફ પડે છે. જેથી કેબીન હટાવવાના પ્રશન બંને વચ્ચે ઝઘડો થયા પછી આ હૂમલો કરાયાનું પોલીસમાં જાહેર થયું છે.

પોલીસે બંને પક્ષોની સામસામે ફરિયાદ નોંધી
આ ઉપરાંત સામા પક્ષે બાબુભાઈ લખુભાઈ ઝીંઝુવાડીયા એ પોતાના ઉપર તેમજ પોતાના પુત્રો ઉપર હૂમલો કરી ઇજા પહોંચાડવા અંગે વાણંદ જૂથના હિતેશ જગદીશભાઈ લીંબાણી, કેતન જગદીશભાઈ લીંબાણી અને જગદીશભાઈ લીંબાણી સામે વળતી ફરિયાદ નોંધાવી છે.

અન્ય સમાચારો પણ છે...