તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સંતાનની ભૂમિકા:કોરોના કાળમાં નિ:સહાય પથારીવશ વૃદ્ધાની વ્હારે આવ્યું શહેરનું સખી વન ટોપ સેન્ટર

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગા વહાલાઓએ મદદ હાથ ઊંચા કર્યા ત્યારે આશ્રય-સારવારની નક્કર વ્યવસ્થા કરી

જામનગર શહેરમાં સાધના કોલોની વિસ્તારમાં રહેતા 61 વર્ષની ઉંમરના વિધવા વૃદ્ધા જેઓને કોઇ સંતાન ન હોય શારીરિક રીતે ખુબ જ અશક્ત છે અને પેરાલિસિસની બીમારીને કારણે પથારીવશ હોવાથી તેમની સારસંભાળ લેવા વાળું કોઈ ન હોય સામાજિક કાર્યકર્તા ધર્મિષ્ઠાબેને વૃધ્ધાની કાળજી લેવા તથા અન્ય જગ્યાએ આશ્રયની વ્યવસ્થા કરવા સખી વન સ્ટોપ સેન્ટરને જાણ કરી હતી.

આથી સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા ત્વરીત કાર્યવાહી હાથ ધરી વૃદ્ધાને સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતા. સેન્ટરના કેન્દ્ર સંચાલક હેતલબેન અમેથીયા દ્વારા વૃદ્ધાના સગા વ્હાલા અને પરિવારના અન્ય સભ્યોની માહિતી મેળવવામાં આવી હતી. તેમના સગા સબંધીઓ સાથે સંપર્ક કરતા કોરોનાની સ્થિતિને લઈ કોઈ સાથે રાખી શકે તેમ નથી તેમ સંબંધીઓએ જણાવી વૃદ્ધાની સંભાળ લઈ શકે તેવી કોઈ સંસ્થામાં પ્રવેશ આપવા કહ્યું હતું.

કેન્દ્ર સંચાલક હેતલ અમેથીયા દ્વારા આ બાબતે જિલ્લા મહિલા અને બાળ અધિકારી સી.ડી.ભાંભીને જાણ કરતા તેમના માર્ગદર્શન હેઠળ વિવિધ આશ્રય સંસ્થાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો. જે પૈકી મોરબી જિલ્લાના યદુનંદન ગૌ-સેવા ટ્રસ્ટ માનવ કલ્યાણ સંસ્થાએ પ્રવેશ આપવાની તૈયારી દર્શાવતા આ વૃદ્ધાને ત્યાં મોકલવા માટે કોરોના રિપોર્ટ કરાવવો જરૂરી છે તેમ જણાવ્યું હતું. આથી સેન્ટરના કમ્પાઉન્ડમાં જ કાર્યરત કોરોના ટેસ્ટિંગ સાઇટમાં વૃદ્ધાનો કોરોના ટેસ્ટ કરાવવામાં આવતા રિપોર્ટ નેગેટિવ આવતા જામનગર સખી વન સ્ટોપ સેન્ટર દ્વારા વૃદ્ધાને મોરબી મોકલી તેમને આશ્રય તેમજ જરૂરી સારવાર મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...