પ્રકાશના પર્વની ઉજવણી:જામનગરમાં શહેરમાં લોકોએ હર્ષોલ્લાસપૂર્વક દિવાળીનો તહેવાર ઉજવ્યો, ધારાસભ્ય હકુભાએ વૃદ્ધાશ્રમમાં વૃદ્ધો સાથે ઉજવણી કરી

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરમાં દિવાળીના પર્વની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. લોકોએ ફટાકડા ફોડી મીઠાઈઓ ખાઈ દિવાળીનું પર્વ ઉજવ્યું હતું. તો જામનગર ઉત્તરના ધારાસભ્ય હકુભા જાડેજાએ શહેરના વૃદ્ધાશ્રમમાં રહેતા વૃદ્ધો સાથે દિવાળીનું પર્વ ઉજવ્યું હતું. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજાએ વૃદ્ધાશ્રમ તથા અંધાઆશ્રમમાં દિવાળી પર્વની ઉજવણી કરી વૃદ્ધોને સાલ ઓઢાડી મીઠાઈ આપી દિવાળીની શુભેચ્છા પાઠવી તેમજ ફટાકડા ફોડી દિવાળી પર્વની ભવ્ય ઉજવણી કરી હતી.

શહેરમાં આવેલા સ્વામિનારાયણ મંદિરને રંગબેરંગી લાઈટોથી શણગારવામાં આવ્યું હતું. મંદિર પરિસરમાં દિવડા પ્રગટાવવામાં આવ્યાં છે. તેમજ આકર્ષક રંગોળી કરવામાં આવી હતી.આ ઉપરાંત જામનગરમાં દિવાળી પર્વ નિમિત્તે શહેરના રણમલ તળાવને લાઈટ રોશનીથી શણગારવામાં આવ્યું હતું. દિવાળી પર્વમાં રાત્રીના સમયમાં એક અલગ પ્રકારનો નજારો જોવા મળ્યો હતો.શહેરમાં દિવાળી પર્વને લઈ લાખોટા તળાવ પાછળ આતશબાજીના અદભુત દ્રશ્યો જોવા મળ્યા હતા. જામનગર શહેરના લોકોએ ઉલ્લાસભેર દિવાળી પર્વની ફટાકડા ફોડી અને આતશબાજી કરી ઉત્સાહભેર દિવાળી મનાવી હતી. લાખોટા તળાવ ખાતે લાઇટિંગ ડેકોરેશનથી સજ્જ અને આતશબાજીથી અદભૂત નજારો જોવા મળ્યો હતો.

કેબિનેટ મંત્રી રાઘવજી પટેલે પોતાના પરિવાર સાથે ધ્રોલમાં આવેલા નિવાસ સ્થાન ખાતે દિવાળી મનાવી હતી. મત્રીએ ગ્રામ્ય વિસ્તારના કાર્યકરોને સાથે રાખી દિવાળી પર્વની ઉલ્લાસ સાથે ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...