ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટ માટે પસંદગી:ગ્લોબલ ક્લાઇમેટ ચેન્જ પ્રોજેક્ટ માટે જામનગરની પસંદગી કરાઇ, GCOM સંસ્થાએ મેયર તથા કમિશનર સાથે ચર્ચા કરી

જામનગર23 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • GCOMએ ક્લાઈમેટ એક્શન પ્લાન તૈયાર કરવા માટે જામનગર અને જૂનાગઢની પસંદગી કરી

યુરોપિયન યુનિયન (EU) દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવેલા ગ્લોબલ કોવેનન્ટ ઓફ મેયર્સ ફોર ક્લાઈમેટ એન્ડ એનર્જી (GCOM) એ ક્લાઈમેટ એક્શન પ્લાન તૈયાર કરવા માટે જામનગર અને જૂનાગઢ નાગરિક સંસ્થાઓને પસંદ કરવામાં આવી છે. GCOM એ શહેરો અને સ્થાનિક સરકારો સાથે કામ કરતી શહેર આબોહવા નેતૃત્વ માટેનું સૌથી મોટું વૈશ્વિક જોડાણ છે. GCOMની એક ટીમે છેલ્લા બે દિવસમાં બંને શહેરોની મુલાકાત લીધી હતી.

જીસીઓએમએ વિશ્વિક સ્તરે શહેરી ક્ષેત્રોમાં પર્યાવરણ માટે સ્થાનિક સ્વાયત સંસ્થાઓ સાથે કામ કરતી મોટી સંસ્થા છે. જ્યારે આ સંસ્થાની ટીમે સૌરાષ્ટ્રના બે દિવસના પ્રવાસમાં આવી છે. ત્યારે જામનગર આવીને મહાનગરપાલિકાના મેયર બીનાબેન કોઠારી, કમિશનર વિજય ખરાડી, સીટી ઈજનેર ભાવેશ જાનીની ટીમ સાથે ગ્રીન એનર્જી કેમ્પેઈન માટે પરામર્શ કરી વિસ્તૃત ચર્ચા કરી હતી. જે દરમિયાન મનપા કમિશનર અને સીટી ઈજનેર દ્વારા જામનગર શહેરમાં વોટર હાર્વેસ્ટીંગ, શહેરી વનીકરણ માટે થતી પ્રવૃતિઓ સહિતના પ્રોજેકટની અને આગામી આયોજનોની માહિતી આપી હતી.

તેઓએ જણાવ્યું હતું કે, સંસ્થાની ટીમને વિવિધ પ્રોજેકટસના ડેટા અપાશે. જેની તેઓ દ્વારા એનાલીસીસ કરવામાં આવશે. સંસ્થા દ્વારા કલાઈમેન્ટ ફ્રેન્ડલી ટેકનોલોજી શહેરની માળખાગત સુવિધામાં સામેલ કરવા સુચનો અપાશે. તેમજ તેઓ દ્વારા ફંડ ફાળવણી પણ કરવામાં આવશે. જામનગર મહાનગરપાલિકા પોતાની માલિકીની ઈમારતોમાં સોલાર સીસ્ટમોનો પ્રોજેકટ અપનાવી રહ્યું છે. જેનાથી વાર્ષિક ધોરણે મોટી રકમના વીજબીલોનું ભારણ ઘટશે તેમજ મેયર દ્વારા પણ સંસ્થાના સંકલનમાં કામ કરવા ઉત્તેજના દાખવવામાં આવી હતી. ગ્રીન એનર્જીના ઉપયોગમાં વધારો કરવા, કાર્બન ઘટાડો કરવા પ્રોજેકટ આવશે. તેમ તંત્ર જણાવે છે અને આ પ્રયોગથી શહેરને પણ ફાયદો થશે.

અન્ય સમાચારો પણ છે...