• Gujarati News
  • Local
  • Gujarat
  • Jamnagar
  • In Jamnagar City, During The Night Curfew, Questions Were Raised During The Public Celebrations, The Corporators Of Manpa Also Forgot To Wear Masks.

ભાજપના નેતાઓએ કફર્યૂમાં જન્મદિન મનાવ્યો:જામનગરમાં નાઈટ કફર્યૂ વચ્ચે જાહેરમાં ઉજવણી થતાં સવાલો ઉઠ્યા, મનપાના કોર્પોરેટરો માસ્ક પહેરવાનું પણ ભૂલ્યા

જામનગર12 દિવસ પહેલા
  • કૉપી લિંક
કફર્યૂ દરમિયાન ભાજપના કોર્પોરેટર દિવ્યેશ અકબરીના જન્મદિનની ઉજવણી - Divya Bhaskar
કફર્યૂ દરમિયાન ભાજપના કોર્પોરેટર દિવ્યેશ અકબરીના જન્મદિનની ઉજવણી
  • શું ભાજપના નેતાઓને કફર્યૂના નિયમો લાગુ નથી પડતા?

ગુજરાતમાં ભાજપના નેતાઓ દ્વારા કોવિડ ગાઈડલાઈન્સના ધજાગરા ઉડાવતા હોવાની વધુ એક ઘટના સામે આવી છે. જામનગર શહેરમાં રાત્રિ કફર્યૂની અમલવારી ચાલુ હોવા છતા ભાજપના એક કોર્પોરેટર દ્વારા રાત્રિના 12 વાગ્યે જાહેરમાં જન્મદિવસની ઉજવણી કરી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થતા સવાલો ઉઠ્યા છે.

એક તરફ સરકાર કોરોનાની ત્રીજી લહેરને રોકવા અથાક પ્રયાસ કરી રહી છે બીજી તરફ ભાજપના નેતાઓ કોઈ પણ પ્રકારની નસિહત નહિ લેતા હોવાની હકીકત સામે આવી છે. જામનગરમાં કૃષિમંત્રીએ કોરોના રોકવા ઉચ્ચસ્તરીય મિટિંગ બોલાવી ચર્ચા કરી નાગરિકોને પણ સલાહ આપી સાવચેતી રાખવા અપીલ કરી હતી. આ મિટિંગના ગણતરીના કલાકોમાં જ ભાજપના જ કોર્પોરેટરના જન્મ દિવસની જાહેરમાં ઉજવણી કરવામાં આવી, આ ઉજવણી બીજા કોઈએ નહીં પણ શહેરની સુખાકારીના નિર્ણયો લેવાની જેની પ્રથમ સતા છે એવા સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન અને અન્ય ભાજપના નગરસેવકો તેમજ અગ્રણીઓ સહભાગી બન્યા હતા. નેતાઓ જ જો આમ કોરોના ગાઈડલાઈનના છોતરા ઉડાવે અને પોલીસ નિર્દોષ પ્રજા પાસેથી એક એક હજારનો દંડ ઉઘરાવે આવી શાસન વ્યવસ્થાની સુજ્ઞ નાગરિકો ટીકા કરી રહ્યા છે.

ભાજપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ હાજર રહ્યા
ભાજપના કોર્પોરેટરો અને પદાધિકારીઓ હાજર રહ્યા

જામનગરના ભાજપના સિનિયર કોર્પોરેટર દિવ્યેશ અકબરીના રાત્રિના 12 વાગ્યા બાદ જન્મદિવસની ભવ્ય ઉજવણી કરાઈ હતી. જ્યારે જામનગર સહિતના મહાનગરોમાં 10 વાગ્યા બાદ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે કોરોનાની સરકારની ગાઇડ લાઇનના લીરેલીરા ઉડાડતાં દૃશ્યો સામે આવ્યા હતા.

સ્કૂટર પર કેક કટિંગ કરી ઉજવણી કરી
સ્કૂટર પર કેક કટિંગ કરી ઉજવણી કરી

જન્મદિવસ ની ઉજવણીમા સ્ટે. ચેરમેન, બે કોર્પોરેટરો સહિત ભાજપના નેતા હાજર રહ્યા હતા. જ્યારે જન્મદિવસની ઉજવણી કરતા સિનિયર કોર્પોરેટર દિવ્યેશ અકબરી અને પદાધિકારી માંથી એક પણ લોકોએ માસ્ક પણ પહેર્યું નથી અને સોશિયલ ડિસ્ટન્સ સહિત કર્ફ્યુનો પણ ભંગ કર્યો છે.

જન્મદિવસની ઉજવણીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરી
જન્મદિવસની ઉજવણીમાં સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેનની હાજરી

અને સરકારની કોરોના ની ગાઈડલાઈન ના લીરેલીરા ઉડાડતાં જોવા મળ્યા છે.ઉજવણી કરતી વખતે એક પણ ભાજપના કોર્પોરેટર પદ અધિકારી અને નેતાએ માસ્કમાં પણ જોવા મળ્યા નહીં .ત્યારે શહેરમાં ચર્ચા જાગી છે કે શહેરના નગરસેવકો અને ભાજપના નેતાઓને જન્મદિવસની ઉજવણી ની કોને છુટ આપવામાં આવી છે .અને લોકોને સરકારની ગાઇડ લાઇનનો સંપૂર્ણપણે પાલન કરવાની પણ સલાહ આજ નગરસેવકો આપે છે.

કોરોનાની સ્થિિતિની ચર્ચા માટે કૃષિ મંત્રીની હાજરીમાં યોજાયેલી બેઠકની તસવીર
કોરોનાની સ્થિિતિની ચર્ચા માટે કૃષિ મંત્રીની હાજરીમાં યોજાયેલી બેઠકની તસવીર

જયારે કોરોના કાળ ચાલી રહ્યો છે ત્યારે સરકાર દ્વારા કોરોના સંક્રમણ રોકવા માટે રાજ્યના કેબિનેટ મંત્રી રાઘવજી પટેલને જવાબદારી સોંપવામાં આવી છે. ત્યારે જી.જી હોસ્પિટલ ખાતે મંત્રી રાઘવજી પટેલ દ્વારા એક અગત્યની બેઠક કોરોનાને કાબુમાં લેવા માટે યોજી હતી. ત્યારબાદ થોડા કલાકો બાદ જ ભાજપના સિનિયર કોર્પોરેટરો દિવ્યેશ અકબરીએ જન્મદિવસની ઉજવણી કરી હતી તેમની સાથે અનેક પદાધિકારીઓ કોર્પોરેટરો અને ભાજપના નેતાઓ ઉજવણીમાં હાજર રહ્યા હતા. તે પણ મોડી રાત્રે ઉજવણી કરી હતી.

ગુજરાત રાજ્યના મુખ્ય મંત્રી કેબિનેટ મંત્રી જિલ્લા કલેકટર, મહાનગરપાલિકાના કમિશનર અને જામનગરના મેયર સહિત કોરોના ની ગાઈડલાઈન નું પાલન કરવાની વારંવાર અપીલ કરી રહ્યા છે. ત્યારે ખુદ ભાજપના કોર્પોરેટરો અને નેતા જન્મદિવસની બિન્દાસ ઉજવણી કરતા દ્રશ્યો સોશિયલ મીડિયામાં વાઇરલ થયા છે.

અન્ય સમાચારો પણ છે...