તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મદદ:જામનગરના હાપાના નાગરિકો દ્વારા બાળક ધૈર્યરાજસિંહની સારવાર માટે રૂપિયા એક લાખની રકમ અર્પણ કરાઇ

જામનગરએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • અન્ય લોકોને પણ બાળક ધૈર્યરાજને મદદરૂપ થવા આગળ આવવા અપીલ કરાઇ

જામનગરમાં હાપા ખાતે વિવિધ કાર્યકર્તાઓ દ્વારા બાળક ધૈર્યરાજસિંહ રાઠોડની સારવાર અર્થે વિસ્તારના લોકો પાસેથી ફાળો એકત્રિત કરવામાં આવ્યો હતો, જે રકમ કુલ રૂ. એક લાખ એક હજાર રાજ્યમંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની પ્રેરક ઉપસ્થિતિમાં જામનગર જિલ્લા રાજપૂત યુવા સંઘને અર્પણ કરવામાં આવી હતી.

આ પ્રસંગે મંત્રીએ જણાવ્યું હતું કે, બાળક ધૈર્યરાજસિંહ રાઠોડને અસાધ્ય બિમારીની સારવાર અર્થે જ્યારે આજે મોટી રકમની આવશ્યકતા છે. ત્યારે સમગ્ર ગુજરાત આ બાળક અને તેના માતાપિતાની મદદ માટે તેમની પડખે રહી ફાળો એકત્રિત કરી રહ્યું છે, દરેક વ્યક્તિ પોતાની યથાશક્તિ આ સેવા કાર્યમાં યોગદાન આપી રહ્યું છે. તે માટે હાપા ખાતેના સમગ્ર સમાજ દ્વારા રૂ. એક લાખ એક હજાર અર્પણ કરવામાં આવ્યા છે.

આ સમયે મંત્રીએ અન્ય લોકોને પણ બાળક ધૈર્યરાજને મદદરૂપ થવા આગળ આવવા અપીલ અને બાળકના લાંબા આયુષ્યની પ્રાર્થના કરી હતી. કાર્યક્રમમાં શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરા, જયદીપસિંહ જાડેજા, ઘનશ્યામસિંહ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો