તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:જામનગરમાં કોરોના રસીકરણ માટે ગ્રામ્ય વિસ્તારમાં નાગરિકોને આરોગ્ય કેન્દ્ર પર ધક્કા ખાવા પડ્યા

જામનગર2 મહિનો પહેલા
  • પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં નાગરિકોને તાળા લાગેલા જોવા મળ્યા
  • રસીકરણ માટે આરોગ્ય કેન્દ્ર દ્વારા 3 થી 6 વાગ્યાનો સમય આપવામાં આવ્યો હતો

જામનગરના ગ્રામ્ય વિસ્તારમાં કોરોના સંક્રમણ બહુ ઓછા જોવા મળી રહ્યું છે. ત્યારે સરકાર એક તરફ વ્યક્તિને રસી લગાડવા માટે અપીલ કરે છે. ત્યારે આરોગ્ય કેન્દ્ર પર વેક્સિનનો જથ્થો પૂરતા પ્રમાણમાં જથ્થો મળી રહ્યો નથી. જામનગર નજીક દરેક ગામમાં આવેલ આરોગ્ય કેન્દ્રમાં જ્યારે નાગરિક વેક્સિન લગાડવા માટે જાય છે ત્યારે દરેક પીએચસી સેન્ટર દ્વારા ટાઈમ આપવામાં આવે છે. જેમાં 3 થી 6 વાગ્યાનો ટાઇમ આપવામાં અને ઓનલાઈન રજિસ્ટ્રેશન પણ કરાવ્યું હતું. છતાં નાગરિકોને આરોગ્ય કેન્દ્ર પર ધક્કા ખાવા પડ્યા છે.

રમણીકલાલ સકારચંદ શાહ નામના નાગરિકે જણાવ્યું છે કે પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં તાળા જોવા મળ્યા હતા. જ્યારે હું વેક્સિન લેવા માટે આવ્યો છું. બીજો ડોઝ લેવાનો છે. મને 3 થી 6 વાગ્યાનો સમય આપ્યો હતો. ત્યારે હું વેક્સિનેશન માટે આરોગ્ય કેન્દ્ર પર આવ્યો ત્યારે તાળા મારેલા જોવા મળ્યા હતા.

જ્યારે બીજી તરફ ગ્રામ્ય વિસ્તારોમાં અનેક વાર રજુઆત કરવા આવી રહી છે. ત્યારે થોડાં દિવસ પહેલા સરપંચોએ તંત્રને આવી જ રજૂઆત કરી હતી. અને તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવતી નથી. અને અનઆવડતના કારણે નાગરિકોને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર પર ધક્કા ખાવા પડે છે.

અન્ય સમાચારો પણ છે...