કોરોનાના કેસ વધતા પગલાં:જામનગરની 445 શાળાને પરિપત્ર, સ્ટાફને કોરોના વેક્સિનના બંને ડોઝ લેવા તાકીદ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ઓફલાઇન-ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવાનું રહેશે

રાજયમાં કોરોનાના કેસ વધતા શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર જામનગરની ડીઇઓ કચેરીએ શહેર-જિલ્લાની 445 શાળાને આ પરિપત્ર અનુસાર શૈક્ષણિક-બિનશૈક્ષણિક સ્ટાફને કોરોના વેક્સિનના બંને ડોઝ લીધા હોવાનું સુનિશ્ચિત કરવા તાકીદ કરી છે. તદઉપરાંત કોઇ પણ વિધાર્થીમાં સંક્રમણના લક્ષણો જણાય તો તુરંત નજીકના આરોગ્ય કેન્દ્રનો સંપર્ક કરવા સૂચના આપી છે. સાથે સાથે ઓફલાઇનની સાથે ઓનલાઇન શિક્ષણ ચાલુ રાખવા જણાવ્યું છે.

છેલ્લાં થોડા દિવસોથી રાજયની સાથે જામનગરમાં પણ કોરોનાના કેસ વધ્યા છે. જામનગરમાં તો ગુજરાતનો ઓમિક્રોનનો પ્રથમ કેસ નોંધાયો હતો. આટલું જ નહીં ખાનગી શાળાની વિધાર્થીની સંક્રમિત થઇ હતી. આ સ્થિતિમાં રાજય સરકારના શિક્ષણ વિભાગના પરિપત્ર અનુસાર જામનગર જિલ્લા શિક્ષણાધિકારી કચેરીએ સોમવારના સરકારી, ખાનગી અને ગ્રાન્ટેડ મળી કુલ 445 શાળાને વિધાર્થીઓનું તાપમાન માપવા, હાથ સેનીટાઇઝ કરવા, કોઇ બિમારીના સામાન્ય લક્ષણ જોવા મળે તો રજા આપવા અને કોવીડ કે ઓમીક્રોનના લક્ષણો જણાય તો કચેરીને જાણ કરવા સૂચના આપી છે.

તદઉપરાંત વાલીઓને પરિવારમાં કે બાળકમાં રોગના ચિન્હ કે સંક્રમણના લક્ષણો જણાય તો બાળકોને શાળાએ ન મોકલવા તાકીદ કરી છે. અત્રે ઉલ્લેખનીય છેકે, હાલારના જામનગર અને ખંભાળિયા પંથકમાં ગત પખવાડીયા દરમિયાન બે વિદ્યાર્થીઓ અગાઉ પોઝિટિવ જાહેર થઇ ચૂકયા છે.

અન્ય સમાચારો પણ છે...