તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આપઘાત:સંતાનોની શિક્ષણ ફી આત્મહત્યાનું કારણ, આર્મી હવાલદારની પત્નીએ જીવન ટૂંકાવ્યું

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આર્થિક પરિસ્થિતિ બાબતે પતિ પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી

જામનગરમાં આર્મીમાં હવાલદાર તરીકે નોકરી કરતા એક જવાનની પત્નીએ આપઘાત કરી લીધો છે. સંતાનોની શૈક્ષણિક ફી ભરવામાં આર્થિક સંકટ આવી જતા બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. જેને લઈને હવાલદારની પત્નીએ આપઘાત કરી લીધો હોવાનું ચોંકાવનારું કારણ બહાર આવ્યું છે.

મૃતકનો કબ્જો સંભાળી તેના પતિનું નિવેદન નોંધ્યું

જામનગરમાં એમઇએસ ફિલ્ટર પલાબત કેમ્પસમાં રહેતા અને આર્મીમાં હવાલદાર તરીકે નોકરી કરતા ઘર્મેન્દ્રમહારાજ બ્રાહ્મણની પત્ની પ્રીયદર્શની પ્રીયા ઉ.વ-37એ આપઘાત કરી લીધો છે. આ બનાવની આર્મી હવાલદારે જાણ કરતા સીટી એ ડિવિજન પોલીસ સ્થળ પર પહોંચી હતી અને મૃતકનો કબ્જો સંભાળી તેના પતિનું નિવેદન નોંધ્યું હતું.

મનદુઃખને લઈને તેણીએ આપઘાત કર્યો

મરણ જનારના સંતાનોની સ્કૂલની ફ્રી ભરવાની હોય અને હાલ તેના પતિ પાસે પૈસા ના હોય જેથી તેના પતિએ કહ્યું હતું કે હાલ મારી પાસે આટલા પૈસા ન હોય જેથી થોડા પૈસા તેને આપવાનુ કહ્યું હતું. આ બાબતે પતિ પત્ની વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. જેના મનદુઃખને લઈને તેણીએ આપઘાત કર્યો હોવાનું પતિએ પોલીસમાં જાહેર કર્યું છે. આ બનાવ અંગે સીટી એ ડિવિઝનના પીએસઆઇ વી.કે.રાતીયા સહિતનો સ્ટાફ તપાસ ચલાવી રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...