ઊજવણી:જામનગરની શાળા નં.37 માં બાળમેળો અને શાળા સ્થાપના દિનની ઊજવણી

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક

નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળા નં. 37 રણજીતનગર માં બાળમેળાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે અંતર્ગત શાળામાં બાળકો દ્વારા કાગળ કામ,વેસ્ટમાંથી બેસ્ટ,ડ્રોઈંગ વર્ક, માટીમાંથી વિવિધ નમૂનાઓ,તોરણ બનાવવા,શરબત બનાવવું શાકભાજીનો સ્ટોલ જેવી વિવિધ પ્રકારની આનંદદાયક પ્રવૃતિઓ કરવામાં આવી હતી.

ઉપરાંત આ દિવસ શાળાનો સ્થાપના દિન હોય તમામ ધોરણના બાળકોને વિવિધ પ્રકારની રમતો જેમકે દોડ, સંગીત ખુરશી, લીંબુ ચમચી, કોથળા કૂદ, ત્રિપગી દોડ રમાડવામાં આવી હતી. જેમાં બાળકોએ ખૂબ જ ઉત્સાહપૂર્વક ભાગ લીધેલ .શાળાના શિક્ષક નીતાબેન જીથરા દ્વારા શાળાના તમામ બાળકોને ચોકલેટ વિતરણ તેમજ સમગ્ર શાળા સ્ટાફ દ્વારા તમામ બાળકોને નાસ્તો કરાવવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...