તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સુવિધા:કોરોનામાં મૃત્યુ પામનાર, સારવાર મેળવતા દંપતિના બાળકોની સંભાળ બાળ સુરક્ષા સંસ્થાઓ રાખશે

જામનગર22 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળકનો કોરોના રિપોર્ટ નેગેટીવ જરૂરી, ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની મંજુરી લેવાની રહેશે

રાજ્ય સરકારની સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ અને ગુજરાત સ્ટેટ ચાઈલ્ડ પ્રોટેક્શન સોસાયટી દ્વારા લેવાયેલા નિર્ણય મુજબ રાજ્યમાં કોરોના વાયરસના કારણે કોઈ બાળકના માતા કે પિતા અથવા બંને મૃત્યુ પામ્યા હોય અથવા કોઈ બાળકના માતા કે પિતા અથવા બંને કોરોનાની સારવાર લઈ રહ્યા હોય તેમજ બાળકના નજીકના કોઈ સગા-સંબંધી સારસંભાળ રાખી શકે તેમ ન હોય તો આ સ્થિતિમાં સમાજ સુરક્ષા વિભાગ હેઠળની બાળ સંભાળ સંસ્થાઓમાં 0 થી 18 વર્ષના બાળકોને કાળજી અને સારસંભાળ માટે મોકલી શકાશે. આ માટે જામનગર જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની નોડલ અધિકારી તરીકે નિમણુંક કરાઇ છે. બાળ સંભાળ સંસ્થાઓમાં મૂકતી વખતે બાળકનો કોરોના રિપોર્ટ નેગેટીવ હોવો જરૂરી છે અને જામનગર ચાઈલ્ડ વેલ્ફેર કમિટીની મંજુરી મેળવાની રહેશે. અત્રે નોંધનીય છે કે, બાળકોને પરીવારનો પ્રેમ અને હુંફ મળવી ખૂબ જ જરૂરી હોય તેથી જો બાળકને તેના નજીકના કોઈ સગા-સબંધી સંભાળ રાખી શકે તેમ ન હોય તો જ બાળકને બાળ સંભાળ સંસ્થાઓમાં મુકવા અનુરોધ કરાયો છે.

કાળજી-રક્ષણની જરૂરિયાતવાળા બાળકોને ઉંમર પ્રમાણે સંસ્થામાં રાખી શકાશે
0 થી 6 વર્ષના બાળકને વિશેષ દત્તક સંસ્થા, કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ, વિકાસ ગૃહ રોડ, પટેલ કોલોની, જામનગર (0288-02676983), 6 થી 18 વર્ષની દિકરીને કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહ ચિલ્ડ્રન હોમ ફોર ગર્લ્સ, વિકાસ ગૃહ રોડ, પટેલ કોલોની, 6 થી 18 વર્ષના દિકરાને સરકારી ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ, સાધના કોલોની, રણજીત સાગર રોડ, જામનગર, (0288-2676638)માં સંભાળ માટે રાખી શકાશે.

કોઇ બાળક હોય તો આ નંબર પર સંપર્ક કરવો
ઉપર જણાવ્યા મુજબનું કોઇ બાળક હોય તો ચાઈલ્ડ વેલ્ફેર કમિટીના ચેરમેન, હર્ષિદાબેન પંડ્યા 9427217031, કમિટીના સભ્યો અલીઅસગરભાઈ અત્તરવાલા 9824457052, અશ્વિનકુમાર પંડ્યા 3427217173, શૈલેષભાઈ રાઠોડ 8200388646, જમનભાઈ સોજીત્રા-8200543194, જિલ્લા સમાજ સુરક્ષા કચેરી-0288-2570306, જિલ્લા બાળ સુરક્ષા એકમ-0288-5271098, જિલ્લા સેવા સદન, રૂમ નંબર ૩૩ તથા રૂમ નંબર ૬૧, રાજ પાર્ક, વિક્ટોરિયા પુલ પાસે, ચાઈલ્ડ હેલ્પલાઈન ટોલ ફ્રી નં. 1098 અથવા નજીકના પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવા જિલ્લા બાળ સુરક્ષા અધિકારીએ જણાવ્યું છે.

બાળકોએ ભોજન સહિત જીવન જરૂરિયાતની વ્યવસ્થા નિ:શુલ્ક અપાશે
બાળકને જરૂરીયાત પૂરતા દિવસો માટે બાળ સંભાળ સંસ્થાઓમાં રાખવામાં આવશે. જરૂરીયાતના દિવસો ચાઈલ્ડ વેલ્ફેર કમિટી જામનગર નક્કી કરશે. બાળસંભાળ સંસ્થાઓમાં આ બાળકોને જમવા, રહેવા તથા જીવન જરૂરીયાતની તમામ વ્યવસ્થા નિ:શુલ્ક આપવામાં આવશે તેમ સરકારી તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે. બાળકોની તમામ પ્રકારની સારસંભાળ લેવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...