સગીરવયના બાળકોના લગ્ન કરાવતા વાલીઓ માટે ફરીથી લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે. જામનગર જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અને જિલ્લા બાળ સુરક્ષા અધિકારીની ટીમ દ્વારા કાલાવડ (શીતળા) ખાતે બાળ લગ્ન થતા અટકાવવામાં આવ્યા છે.
બાળ લગ્ન પ્રતિબંધક અધિકારી સહ જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી ડૉ. પ્રાર્થનાબેન શેરશીયાના જણાવ્યા અનુસાર, એક જાગૃત નાગરિકે જામનગર જિલ્લા ના કાલાવડ (શીતળા)માં બાળ લગ્ન થઇ રહ્યાની જાણ કરી હતી. આથી સમાજ સુરક્ષા ટીમ, બાળ સુરક્ષા ટીમ, અને કાલાવડ ટાઉનના પોલીસ સ્ટેશનમાંથી પી. આઈ. યુ. એચ. વસાવાની ટીમ કાલાવડ (શીતળા) ગામ ખાતે પહોંચી હતી અને 17 વર્ષની સગીરાના થનારા બાળ લગ્ન અટકાવી અને કાયદાકીય જાણકારી આપી દીકરી પુખ્તવયની થયા બાદ જ તેણીના લગ્ન કરાવવા પરિવારજનોને સમજણ આપી હતી.
આથી સગીરાના માતાપિતા માની ગયા હતા અને લગ્ન કરવાનું મોકૂફ રાખ્યું હતું. યુવતીની ઉંમર 18 વર્ષ થયા બાદ જ લગ્ન કરશે તેમ વડીલોએ સમાજ સુરક્ષા અધિકારીને જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.