તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:સિમેન્ટનું ભુંગળું માથે પડતાં બાળકનું મોત, ધ્રોલ તાલુકાના મોડપર ગામે ઘરના ફળિયામાં રમી રહ્યો હતો ત્યારે બનેલી ઘટના

જામનગર23 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ધ્રોલ તાલુકાના મોડપર ગામે રહેતા એક શ્રમિક પરીવારનો છ વર્ષનો માસુમ પુત્ર ઘરના આંગણામાં રમી રહયો હતો ત્યારે અકસ્માતે માથે સિમેન્ટનુ ભુંગળુ પડતા ગંભીર ઇજા થવાથી તેનુ મૃત્યુ નિપજયુ હતુ. આ બનાવના પગલે શ્રમિક પરીવારમાં ઘેરો શોક છવાયો હતો.

ધ્રોલ તાલુકાના મોડપરમાં રહેતા અને મજુરીકામ કરતા કિશોરભાઇ પાલાભાઇ મકવાણાનો માસુમ પુત્ર હેમંત (ઉ.વ.06) તેના ઘરના આંગણામાં રમી રહયો હતો ત્યારે અકસ્માતે તેના માથે સિમેન્ટનુ ભુંગળુ પડતા ગંભીર ઇજા થવાથી તેને સ્થાનિક હોસ્પીટલ બાદ વધુ સારવાર માટે જામનગરની જી.જી.હોસ્પીટલમાં લઇ જવાયો હતો.

જયાં ફરજ પરના તબીબે તેને મૃત ઘોષિત કર્યા હતો.આ બનાવની મૃતકના પિતા કિશોરભાઇ મકવાણાએ જાણ કરતા ધ્રોલ પોલીસની ટીમ દોડી ગઇ હતી અને મૃતદેહનો કબજો સંભાળીને ઘોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.માસુમ બાળકનો ભોગ લેવાતા શ્રમિક પરીવારમાં ઘેરો શોક છવાયો હતો.જયારે નાના એવા ગામમાં પણ અરેરાટી વ્યાપી જવા પામી હતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...

  વધુ વાંચો