તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દુખદ:કાલાવડમાં નદીમાં ડૂબી જવાથી બાળકનું મોત, દેકારો થતાં લોકો દોડ્યા, મજુરીકામ કરી પેટીયું રળતા પરપ્રાંતિય શ્રમિક પરિવાર પર વજ્રઘાત

જામનગર5 મહિનો પહેલા
 • કૉપી લિંક

કાલાવડની ભાગોળે ઘોરાજી રોડ પર રહેતા અને મજુરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના વતની શ્રમિક પરીવારના આઠ વર્ષના બાળકનુ નદીમાં ન્હાવા જતા ઉંડા પાણીમાં ડુબી જવાથી મૃત્યુ નિપજયુ હતુ.આ બનાવના પગલે પરપ્રાંતિય પરીવારમાં ઘેરો શોક છવાયો છે.પોલીસસુત્રોમાંથી મળતી વિગત મુજબ કાલાવડમાં ધોરાજી રોડ પર ઝુંપડપટ્ટી વિસ્તારમાં રહેતા અને મજુરીકામ કરતા મુળ મધ્યપ્રદેશના જાંબુઆ જિલ્લાના હુડ્ડાના વતની રૂપેશભાઇ પ્રતાપભાઇ ડાભીનો માસુમ પુત્ર અજય (ઉ.વ.08) ગત તા.12ના રોજ ધોરાજી રોડ પર ઘર નજીક ઝુંપડપટ્ટી પાછળ આવેલી નદીમાં ન્હાવા ગયો હતો.જેમાં પાણીમાં પડયા બાદ ઉંડા પાણીમાં ગારદ થયો હતો.

જેની જાણ આજુબાજુના લોકોને થતા ભારે દેકારો થયો હતો જેથી અન્ય લોકો પણ દોડી આવ્યા હતા અને પાણીમાં ગરકાવ થયેલા માસુમ બાળકને બહાર કા઼ઢી સારવાર અર્થે સ્થાનિક હોસ્પીટલમાં લઇ જવાયો હતો જયાં ટુંકી સારવારમાં તેનુ મૃત્યુ નિપજયુ હોવાનુ બહાર આવ્યુ છે.આ બનાવની મૃતકના પિતા રૂપેશભાઇ ડાભીએ જાણ કરતા કાલાવડ પોલીસની ટીમ દોડી ગઇ હતી.પોલીસે મૃતકના પિતાનુ નિવેદન નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બીજી બાજુ દિવાળી તહેવારો પુર્વે જ જળધાતમાં માસુમ બાળકે જીવ ગુમાવતા પંથકમાં ભારે અરેરાટી વ્યાપી ગઇ હતી.જયારે મૃતકના પરીવારમાં ઘેરો શોક છવાયો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- કોઇપણ લક્ષ્યને પોતાના પરિશ્રમ દ્વારા પ્રાપ્ત કરવામાં સક્ષમ રહેશો. ઊર્જા અને આત્મવિશ્વાસથી પરિપૂર્ણ દિવસ પસાર થશે. કોઇ શુભચિંતકના આશીર્વાદ તથા શુભકામનાઓ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવ...

  વધુ વાંચો