બોગસ બિલિંગ પ્રકરણ:જામનગરના બે ઉદ્યોગપતિના 8 દિવસના રિમાન્ડ મંજૂર કરતી ચીફ કોર્ટ

જામનગર15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વેરાશાખા ચીફ કોર્ટમાં રજૂ કરી રિમાન્ડની માંગણી કરી હતી

જામનગરમાં તાજેતરમાં સ્ટેટ જીએસટી ટીમ દ્વારા શહેરના ટ્રાન્સપોર્ટ અને ઉદ્યોગકારો પર સામૂહિક દરોડા પાડવામાં આવ્યા હતા. ઉદ્યોગનગરની ચાર પેઢીમાં કરવામાં આવેલી કડક ચેકિંગ કાર્યવાહીમાં આવેલી ખોટી વેરા શાખાના મામલે તપાસ ટીમ દ્વારા કરવામાં આવી હતી. જેમાં રૂપિયા 32.58 કરોડની વેરા શાખા મેળવવામાં આવેલી ખોટી શાખા અંગે બે વેપારીની ધરપકડ કરી ચીફ કોર્ટમાં રજૂ કર્યા હતા.અદાલતે 8 દિવસની રિમાન્ડ મંજૂર કર્યા હતા.

કરચોરી ખુલતા આ કાર્યવાહી કરવામાં આવી
જામનગરના બે ઉઘોગપતિની જીએસટી ચોરી પ્રકરણમાં ધરપકડ કરવામાં આવી છે. સ્ટેટ જીએસટી એનફોર્સમેન્ટ વિભાગે રાત્રીના પકડી પૂછપરછ હાથ ધરતા ખળભળાટ મચી ગયો છે. બોગસ બીલીંગ કરી કરચોરી સબબ જુદી-જુદી 10 પેઢી પર તાજેતરમાં સ્ટેટ જીએસટી વિભાગે દરોડા પાડયા હતાં. જેની તપાસમાં કરચોરી ખુલતા આ કાર્યવાહી કરવામાં આવી છે.

જીએસટી અધિકારીઓની ટીમે દરોડા પાડયા હતાં
સ્ટેટ જીએસટી વિભાગ દ્વારા બોગસ બીલીંગ દ્વારા કરવામાં આવતી કરચોરી રોકવા ખાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી છે. જે અંતર્ગત સપ્તાહ પૂર્વે જામનગરની શાંતિ મેટલ, ડી.આર.ટ્રેડીંગ, એકટીવ મેટલ પ્રા.લી., મૈત્રી એન્ટરપ્રાઇઝ, ઓમકાર એન્ટરપ્રાઇઝ, માતૃકૃપા ક્ધસ્ટ્રકશન, જય દ્વારકાધીશ ક્ધસ્ટ્રકશન, રણજીત લોજીસ્ટીક અને જામ રણજીત કેરિયર્સ પેઢીમાં સ્ટેટ જીએસટી વિભાગના અધિકારીઓની ટીમે સામૂહિક દરોડા પાડયા હતાં.

ચકાસણી કરી વસૂલાતની કામગીરી હાથ ધરાઇ
આ દરોડા બોગસ બીલીંગ કરી ખોટી વેરાશાખ મેળવી ભરવાપાત્ર જીએસટી સામે વેરાશાખ મજરે મેળવી પ્રમાણસર વેરો સરકારી તિજોરીમાં જમા ન કરાવી કરવામાં આવતી કરચોરી સબબ પાડવામાં આવ્યા હતાં. આ દરોડાની કામગીરી સપ્તાહથી વધુ સમય ચાલી હતી. જેમાં બોગસ બીલીંગ થકી કેટલી વેરાશાખ લેવામાં આવી છે તેની ચકાસણી કરી વસૂલાતની કામગીરી હાથ ધરાઇ છે. આ કામગીરી અંતર્ગત સ્ટેટ જીએસટી એન્ફોર્સમેન્ટ વિભાગે ગુરૂવારે રાત્રીના શાંતિ મેટલના ઋષભ પાંભર અને એકટીવ મેટલના વરૂણ બંસલની ધરપકડ કરી હતી.

અન્ય સમાચારો પણ છે...