જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા છેલ્લા બે-ત્રણ દિવસથી હરકતમાં આવી હોય અને જુદા જુદા વિસ્તારોમાં ચેકીંગ કાર્યવાહી હાધ ધરી છે. આજરોજ આઇસ ફેકટરીઓમાં ચેકીંગ કાર્યવાહી હાથ ધરી નમુના લેવામાં આવ્યા હતા.
જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાએ છેલ્લા બે ત્રણ દિવસથી જુદા જુદા વિસ્તારોમાં બાહ્ય પદાર્થ તેમજ પ્લાસ્ટીક અંગેની ઝુંબેશ હાથ ધરી છે. દરમ્યાન આજરોજ શહેરના ત્રણબતી વિસ્તારમાં આવેલ આઇસ કેકટરીઓને ત્યાં ચકાસણી હાથ પરવામાં આવી હતી. જેમાં બરફ બનાવવામાં આવતાં પાણી સહિતની વસ્તુઓના નમુનાઓ એકત્ર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત સાફ સફાઈ સહિત અંગેની સુચનાઓ આપવામાં આવી હતી.ઉનાળાની સિઝનને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા હરકતમાં આવી છે. જામનગર શહેરમાં આઇસ્ક્રીમ, ફાલુદા સહિતની ખાદ્ય સામગ્રીમાં ચેકિંગ કરાયા બાદ આજરોજ બરફના કારખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું.
ઉનાળાની આકરી ગરમીને કારણે શહેરીજનો ઠંડાપીણા, આઇસક્રીમ સહિતની ચીજવસ્તુઓનો વધુ ઉપયોગ કરતાં હોય છે. ત્યારે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા ઉનાળાની સિઝનને અનુલક્ષીને આજરોજ ત્રણબત્તી પાસે બરફના કારખાનામાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ઉલ્લેખનિય છે કે, તાજેતરમાં જ ફૂડ શાખા દ્વારા આઇસક્રીમ અને ફાલુદા સહિતની ખાદ્ય સામગ્રી વેચતાં કાલાવડ નાકા બહારના વેપારીઓને ત્યાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ત્યારબાદ આજે બરફના કારખાનામાં ચેકિંગની કાર્યવાહી હાથ ધરાઇ હતી.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.