વીજ ચેકીંગ:જામનગર શહેરમાં વીજચોરી ઝડપવા અલગ અલગ ટીમો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

જામનગરએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • શહેર તથા નગરસીમ વિસ્તારોમાં ચેકિંગ દરમિયાન રૂ.12.65 લાખની વીજચોરી ઝડપાઇ

જામનગરમાં પીજીવીસીએલ દ્વારા હાથ ધરવામાં આવેલ કોર્પોરેટ ચેકિંગ ડ્રાઇવ અંતર્ગત આજે 23 ટીમો દ્વારા શહેર તથા આજુબાજુના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યારે આ કાર્યવાહી દરમિયાન સ્થાનિક 20 પોલીસને સાથે રાખવામાં આવ્યા હતા જ્યારે વીજ ચેકિંગમાં 54 આસામીઓને રૂ.12.65 લાખની વીજચોરી કરતાં ઝડપી લેવામાં આવ્યા હતા અને તમામને વીજચોરીના બિલો ફટકારવામાં આવ્યા હતા.

જામનગર શહેરમાં પીજીવીસીએલના કાર્યપાલક એન્જિનિયર સી કે પટેલ ના માર્ગદર્શન દ્વારા ખંભાળિયા ગેટ સબ ડિવિઝન, નગરસીમ, ઇન્ડસ્ટ્રીયલ સબડિવિઝન અને સિટી 2 સબ ડિવિઝન હેઠળના વિસ્તારો જેમાં કાલાવડ નાકા બહાર ,સાધનાકોલોની, કિશાન ચોક 49 દિગ્વિજય પ્લોટ, વિશ્રામ વાડી સહિતના વિસ્તારોમાં 23 ટીમો દ્વારા વીજચેકિંગની હાથ ધરવામાં આવ્યું હતું. 24 ટીમો દ્વારા હાથ ધરાયેલ ચેકિંગમાં કુલ 383 આસામીઓને ત્યાં વીજ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જેમાંથી 54 આસામીઓને ત્યાંથી રૂ. 12 .65 લાખ વીજ ચોરી ઝડપી લેવામાં આવી હતી.

અન્ય સમાચારો પણ છે...