દોડધામ:જામનગરમાં મીઠાઈ-ફરસાણ વિક્રેતાઓને ત્યાં ચેકીંગ, જલેબી-ફાફળાના 50 નમૂનાઓ લેવાયા

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
શહેરમાં મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા વિક્રેતાઓને ત્યાં તપાસ કાર્યવાહી. - Divya Bhaskar
શહેરમાં મહાપાલિકાની ફૂડ શાખા દ્વારા વિક્રેતાઓને ત્યાં તપાસ કાર્યવાહી.
  • મહાપાલિકા તંત્ર દ્વારા શહેરના જુદા-જુદા વિસ્તારમાં આકસ્મિક તપાસણી
  • તહેવાર ટાકણે જ ફૂડ શાખા સક્રિય બન્યું: 27 કિલો તેલના અખાદ્ય પદાર્થનો નાશ કરાયો

જામનગર મહાનગરપાલિકા રાબેતા મુજબ તહેવારોમાં સક્રિય થઈ છે અને ફક્ત તહેવાર ટાંકણે જ ભેળસેળ થતી હોય તેમ ફરસાણ અને મીઠાઈ વિક્રેતાઓ પર તૂટી પડ્યા છે. 50થી વધુ જગ્યાએ સેમ્પલો લઈ 27 કિલો જેટલો અખાદ્ય તેલનો જથ્થો નાશ કર્યો હતો. જામનગર મહાનગર પાલિકાની ફૂડ શાખાના અધિકારીની ટૂકડી દ્વારા શહેરમાં ફરસાણ-મીઠાઈના વિક્રેતાઓને ત્યાં ચેકિંગ કરવામાં આવ્યું હતુ અને આશરે 47 સ્થળોએ ચેકિંગ કરવામાં આવ્યું હતું. જ્યાંથી જલેબી-ફાફડાના 50 થી વધુ સેમ્પલો લેવામાં આવ્યા હતા.

ઉપરાંત ૧૨ સ્થળોએથી મીઠાઈના નમૂના લેવાયા હતા. જ્યારે 27 કિલો જેટલા તેલના જથ્થાનો અખાદ્ય હોવાથી નાશ કરવામાં આવ્યો હતો. તમામ ધંધાર્થીઓને સ્વચ્છતા જાળવવા સૂચના અપાઈ હતી. આ કાર્યવાહી પી.એસ. ઓડેદરા, એન. પી. જાસોલિયા, ડી. વી. પરમાર અને સ્ટાફે કરી હતી. જામ્યુકો તંત્ર દ્વારા તહેવારો પૂર્વે જ ચેકીંગ કાર્યવાહીના પગલે સંબંધિત ધંધાર્થીઓમાં ક્ષણિક દોડધામ મચી હતી.

અન્ય સમાચારો પણ છે...