જામનગરમાં હોટલ, આઇસ ફેકટરી સહિત 30 પેઢીઓમાં મનપાની ફુડ શાખાએ ચેકીંગ હાથ ધર્યું હતું. જેમાં બે ગૃહઉધોગમાંથી અડદિયા અને ખજૂર પાકના નમૂના લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમાં મોકલાવામાં આવ્યા છે. બાકી પેઢીઓને નોટીસ અને સૂચના આપી સંતોષ માની લેવામાં આવતા અનેક સવાલ ઉઠયા છે.
જામનગરમાં ત્રણ બતી વિસ્તારમાં આવેલા જલારામ ગૃહ ઉધોગ, કલ્પના હોટલ, મદ્રાસ હોટલ, હાપામાં દ્વારકાધીશ હીંગ, સિધ્ધનાથ મિલ્ક પ્રોડકટ, અબ્દુલ મજીદ એન્ડ સન્સમાં ફુડ શાખાએ ચેકીંગ કરી સાફ સફાઇ અને સ્વચ્છતા જાળવવા, ખાધ પદાર્થ ઢાંકીને રાખવા, પ્રિન્ટેડ પસ્તીનો ઉપયોગ ન કરવા સહિતની સૂચના આપી હી. હાપા વિસ્તારમાં આવેલી શિતલ આઇસ ફેકટરી, જેઠવા અને શિવમ, આઝાદ આઇસ ફેકટરી અને શિવમ કોલ્ડ સ્ટોરેજમાં ચેકીંગ કરી પાણીમાં કલોરીનેશન કરવા, સ્વચ્છતા જાળવવા, પાણીના ટાંકાની નિયમિત સફાઇ કરવા જરૂરી સૂચના આપી નોટીસ ફટકારવામાં આવી હતી.
તદઉપરાંત હોસ્પિટલ રોડ, પટેલ કોલોની, નાગનાથ નાકા વિસ્તારમાં કુલ 16 જેટલી પેઢીમાં ટીપીસીની કામગીરી હાથ ધરવામાં આવી હતી. રણજીત નગર મેઇન રોડ તથા ઓશવાળ-2 ગૃહ ઉધોગમાંથી અડદિયા અને ખજૂર પાકના નમૂના લઇ વડોદરા લેબોરેટરીમાં ચકાસણી અર્થે મોકલવામાં આવ્યા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.