જામનગરની ભાગોળે આવેલી 5 હોટલમાં મનપાની ફૂડશાખાએ ચેકીંગ હાથ ધરી 14 કીલો 500 ગ્રામ વાસી ડ્રેગન પોટેટો, ચીપ્સ, નુડલ્સ, મંચ્યુરીયનનો નાશ કર્યો હતો. જેમાં દેશી કેફે, કેશવારાસ, ક્રિષ્ના કાઠીયાવાડી, આર્શિવાદ વીલેજ અને કલબ રીસોર્ટનો સમાવેશ થાય છે. શહેરમાં ડેરી અને અનાજ ભંડારમાંથી દૂધ, મસાલા, વેસણ, લોટના નમૂના લઇ પરીક્ષણ અર્થે મોકલાયા છે.
જામનગર શહેરમાં જામ્યુકોની ફૂડશાખાએ બેડી બંદર રોડ, કાલાવડ નાકા બહાર, ગ્રેઇનમાર્કેટ વિસ્તારમાં ચેકીંગ હાથ ધરી અંબિકા ડેરી ફાર્મમાંથી મિકસ દૂઘ, શ્રીજી અનાજ ભંડારમાંથી લુઝ મરચું પાઉડર, દીપ વસ્તુ ભંડારમાંથી ધાણાજીરૂં લુઝ પાઉડર, સાગર ટ્રેડર્સમાંથી રોયલ કીંગ વેસણ, ઇશ્વર એન્ટરપ્રાઇઝમાંથી અન્નપૂર્ણા આટા, શુભમ ટ્રેડર્સમાંથી વિજય પલ્સ બેસન, જેઠાલાલ પ્રેમજી એન્ડ સન્સમાંથી સનરાઇઝ ફલાર્સ ચકકી ફ્રેશ આટાના નમૂના લઇ પરીક્ષણ અર્થે વડોદરા ફૂડ એન્ડ ડ્રગ લેબોરેટરીમાં મોકલાયા છે.
આ ઉપરાંત શહેરની ભાગોળે એરફોર્સ રોડ, ખંભાળિયા હાઇ-વે પર આવેલી દેશી કાફે, કેશવારાસ હોટલ, ક્રિષ્ના કાઠિયાવાડી, આર્શીવાદ વીલેજ, આર્શીવાદ કબલ રિસોર્ટમાં ફુડ શાખાએ ચેકીંગ કરી 14 કીલો 500 ગ્રામ વાસી ડ્રેગન પોટેટો, ચીપ્સ, નુડલ્સ, મંચ્યુરીયનનો સ્થળ પર નાશ કરવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.