કાર્યવાહી:જામનગર શહેરમાં 9 આઈસ ફેકટરીમાં ચેકીંગ, પડતર પાણીના નિકાલ માટે સૂચના

જામનગર3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ઉદ્યોગનગર, બેડેશ્વર, ત્રણબત્તી, હાપામાં ફૂડ શાખા ત્રાટકી
  • સેનિટાઈઝર, માસ્ક, સોશિયલ ડિસ્ટન્સના નિયમોનું પાલન કરવા તાકીદ

ઉદ્યોગનગર, બેડેશ્વર, ત્રણબતી, હાપા વિસ્તારમાં ફૂડશાખાની ટુકડીઓ  9 આઇસ ફેકટરીમાં ત્રાટકી હતી. ચેકીંગ દરમ્યાન  આઇસ ફેકટરીની સ્ટોરેજ ટેન્કમાં પડેલા પડતર પાણીના નિકાલની સાથે સેનીટાઇઝર,  સોશિયલ ડીસ્ટન્સના નિયમોનું પાલન કરવા સૂચના અપાઈ હતી. લોકડાઉનના કારણે બે મહીના ધંધા-રોજગાર બંધ રહ્યા હોય મનપાની ફુડશાખા દ્વારા ઉનાળાની સીઝનને અનુલક્ષીને આઇસ ફેકટરીઓમાં ચેકીંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં એમ.પી.શાહ ઉધોગનગરમાં આવેલી અશોક અને ભૂલચંદ એન્ડ કંપની, બેડેશ્વરમાં આવેલી આઝાદ અને ઓનેસ્ટ, ત્રણબતી વિસ્તારમાં આવેલી સાધના, હાપા ઔધોગીક અને જીઆઇડીસીમાં આવેલી શીતલ, જેઠવા, શિવમ અને ભારત આઇસ ફેકટરીમાં પાણીમાં કલોરીનેશનની તપાસ કરી સુપર કલોરીનેશન કરવા સૂચના આપી હતી.

અન્ય સમાચારો પણ છે...