તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

છેતરપિંડી:જામનગરના વેપારી સાથે છેતરપિંડી મામલે નાઇજીરિયન યુવક-યુવતી સહિત 3 ઝડપાયા, આરોપીઓ 9 દિવસના રિમાન્ડ પર

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વેક્સિન બનાવવાના વ્યવસાયમાં જંગી નફાની લાલચ આપી 1.35 કરોડની છેતરપિંડી

જામનગરમાં પેલેસ રોડ પર રહેતા બોકસાઈટના એક વેપારી સાથે ઓનલાઇન છેતરપિંડી થઈ હતી અને વેક્સિન બનાવવાના ધંધામાં 50% નફાની લાલચ આપી વેપારી પાસેથી 1.35 કરોડની છેતરપીંડી કરવા અંગે 14 શખ્સો સામે ફરિયાદ નોંધાવી હતી જે ફરિયાદના આધારે પોલીસે તપાસનો દોર મુંબઈ સુધી લંબાવ્યા હતો.ત્યાર પછી તપાસમાં એક નાઇજીરિયન પ્રેમી યુગલ સહિત ત્રણ શખ્સોની અટકાયત કરી હતી. જેને જામનગર લઈ આવ્યા પછી ત્રણેય આરોપીઓને કોર્ટ સમક્ષ રજૂ કરાતા કોર્ટે 9 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે.

ફરિયાદ અંગેના બનાવની વિગતો મુજબ જામનગર પેલેસ રોડ પર સ્નેહદીપ એપાર્ટમેન્ટમાં રહેતા અને બોકસાઈટના ધંધાર્થી મનોજભાઈ અનંતરાય શાહે 1 જૂનના દિવસે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં પોતાની સાથે વેક્સિન ના ધંધામાં 50% નફાની લાલચે કટકે-કટકે રૂપિયા 1.35 કરોડ ની રકમ ઓનલાઇન ટ્રાન્જેકશન મારફતે પડાવી લીધી અને ઓનલાઈન છેતરપિંડી આચરવામાં અંગે નાઇજીરીયા નાગરિકો કઈ 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધવામાં આવી હતી

જે ફરિયાદના આધારે જામનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટાફે તપાસનો દોર આગળ ધપાવ્યો હતો.જ્યારે મુંબઇ સુધી તપાસ લંબાવી હતી ત્યાંથી ડોંબીવલી વિસ્તારમાંથી નાઈજિરિયન પ્રેમી યુગલની અટકાયત કરી લીધી હતી તેમજ તેઓની સાથે બેંક ખાતા મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવી નાખનાર જયેશ વસંતરાવ નામના એક મરાઠી શખ્સોની પણ અટકાયત કરવામાં આવી હતી.

પોલીસે મુંબઈ માં પાડેલા દરોડા દરમિયાન ત્રણેય આરોપીઓ પાસેથી છેતરપિંડી ને લગતું કેટલુંક સાહિત્ય વગેરે કબજે કર્યું હતું અને સાથે લઈ આવ્યા હતા આ પ્રકરણમાં હજુ 11 આરોપીઓની સંડોવણી હોવાથી પોલીસે તેઓની શોધખોળ હાથ ધરી છે તેમ જ તપાસનો દોર ફરી થી મુંબઈ સુધી લંબાવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...