તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સ્તુત્ય કાર્ય:શહેરના સેવાભાવી નાગરિકો દ્વારા હિન્દુ મોક્ષ મંદિરમાં લાકડા, લોટ, છાણા સહિતની સખાવત

જામનગર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીનગર હિન્દુ સ્મશાન ગૃહને વધુ 30 ટન લાકડાની 20 ગાડીની સખાવતની જાહેરાત કરાઈ

જામનગરમાં કોરોના મહામારીના બિહામણા સ્વરૂપને પગલે ટપોટપ માનવીઓ મોતને ભેટી રહ્યા છે. ત્યારે સ્મશાનમાં અગ્નિદાહ માટેની પરેશાનીના નિવારણના પ્રયાસરૂપે શહેરના સેવાભાવી નાગરિકો દ્વારા લાકડા, છાણા તેમજ પીંડ માટે લોટની સખાવત વિનામુલ્યે કરી આપી છે. હાલની કોરોના મહામારીની પરિસ્થિતિ સમગ્ર દેશની સાથે સાથે જામનગર શહેરમાં પણ છે ત્યારે શહેરના સેવાભાવી નાગરીકો દ્વારા હિન્દુ મોક્ષ મંદિરમાં લાકડા, લોટ, છાણા સહિતની જરૂરીયાતોની સખાવત કરાઇ છે.

જામનગરમાં અનેક મૃતદેહોના અંતિમ સંસ્કાર માટે શહેરના બંને તેમજ શહેરની બહાર નાઘેડીમાં આવેલ સ્મશાનમાં ખૂબ જ મોટા પ્રમાણમાં છાણા, લાકડા અને લોટની જરૂરીયાત ઉભી થઇ રહી છે ત્યારે રાજય સભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીજના ગ્રુપ પ્રેસિડેન્ટ પરિમલભાઇ નથવાણી તથા હાલ જામનગરમાં રહેતા અને મુળ ધ્રાફાના વતની એવા કાંતુભા જાડેજા, દિનેશભાઇ મારફતિયાના સહયોગથી જામનગર મહાનગર પાલિકામાં ફરજ બજાવતા બાદલભાઇ રાજાણી અને તેઓના મિત્ર વર્તુળ દ્વારા છેલ્લા 15 દિવસથી શહેરની આસપાસના ગામડામાંથી લાકડાની સેવા સ્મશાનને પૂરી પાડવામાં આવી રહી છે.

ઉપરાંત કાંતુભા જાડેજા દ્વારા ગાંધીનગરમાં આવેલ હિન્દુ મોક્ષ મંદિરમાં આવતા મૃતદેહોની સંખ્યા જોઇને ગાંધીનગર હિન્દુ સ્મશાન ગૃહને વધુ 30 ટન લાકડાની 20 ગાડીની સખાવત કરવાની જાહેરાત કરી હતી તેમ મોક્ષમંદિર ટ્રસ્ટના પ્રમુખ કનકસિંહ જાડેજા દ્વારા જણાવાયું છે.

અન્ય સમાચારો પણ છે...