ભીષણ આગ:જામનગરમાં બ્લિચિંગ પાઉડરનાં ગોડાઉનમાં આગ લાગતા અફરાતફરી મચી, રૂપિયા 1 લાખનું નુકસાનનો અંદાજ

જામનગરએક મહિનો પહેલા
  • કૉપી લિંક

જામનગર શહેરના ત્રણ દરવાજા વિસ્તારમાં મોફરઝલ ચિકાણી નામના વેપારીનું બ્લિશિંગ પાઉડર-ફટકડી સહિતના સ્ફોટક કેમિકલનું ગોડાઉન આવેલું છે. આ ગોડાઉનમાં આજે કોઈ કારણસર આગ લાગી હતી. જેથી કેમિકલ પદાર્થોને કારણે ખોફના ધડાકાભડાકા આસપાસના વિસ્તારોમાં સંભળાયા હતા. આગ લાગતા ભારે અફડાતફડી મચી ગઇ હતી. ફાયરની ટીમને ઘટનાની જાણ થતા 3 ફાયર ફાઈટરની ગાડીએ આગ પર કાબૂ મેળવી લીધો હતો. જોકે, ગોડાઉનમાં રૂપિયા 1 લાખનું નુકસાન થયું હોવાનો અંદાજ લગાવવામાં આવ્યો છે. આગની ઘટનામાં કોઈપણ જાનહાનિ ન થતા તમામે રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગરના ત્રણ દરવાજા વિસ્તારમાં બ્લિચિંગ પાઉડરનાં ગોડાઉનમાં આગ લાગી હતી. જેને લઈ આસપાસના રહેવાસીઓ, રાહદારીઓ તથા વાહનચાલકોમાં નાસભાગ થઈ હતી. આ જોખમી ગોડાઉન શહેરના ભરચક વિસ્તારમાં અને એ પણ ફાયર સેફ્ટીના કોઇ જ સાધનો વિનાનું હોવાથી થોડી જ વારમાં આગ ભયાનક બની ગઇ હતી. આ આગની ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવી હતી. ફાયરબ્રિગેડ શાખાનાં જણાવ્યાં પ્રમાણે 3 ફાયર ફાઈટરની ગાડીએ પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આ ગોડાઉનનાં માલિકના જણાવ્યાં મુજબ અંદાજે રૂપિયા 1 લાખનું નુકસાન થયું છે.

અન્ય સમાચારો પણ છે...