તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આખલા યુદ્ધ:જામનગર નજીક દરેડ ગામમાં ચાર આખલા વચ્ચે યુદ્ધ થતા અફરાતફરી, એક આખલાનું મોત

જામનગર16 દિવસ પહેલા
 • આખલાના યુદ્ધની ઘટના સીસીટીવીમાં કેદ થઈ

જામનગરના દરેડ ગામમાં મસીતીયા તરફ જતા રસ્તા પર ચાર આખલા આમને સામને આવી જતા થોડી વાર માટે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આખલા યુદ્ધના કારણે રસ્તા પર વાહનવ્યવહાર થોડી વાર માટે બંધ થઈ ગયો હતો.

ચાર આખલાઓ ઝઘડતા લોકોએ છુટા પડાવવાનો પ્રયાસ કર્યો હતો. ચાર આખલાના યુદ્ધમાં એક આખલાનું મોત થયું હતું. આખલાના યુદ્ધની ઘટના સીસીટીવીમાં કેદ થઈ હતી.

આ ઘટનાને લઈ સ્થાનિક લોકોમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો. સ્થાનિક લોકોએ આ વિસ્તારમાં રખડતા પશુની અનેકવાર ફરિયાદ કરી હોવા છતા પ્રશાસન આંખ આડા કાન કરતું હોવાનો લોકોએ આક્ષેપ કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો