સંયમના માર્ગે:જામનગરમાં દિક્ષા અંગીકાર કરનાર ચૈત્ય અને વિરાગીનો વરસીદાનનો વરઘોડો નિકળ્યો

જામનગર10 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બાળ મુમુક્ષુઓના વરસીદાનના વરઘોડામાં સંખ્યાબંધ લોકો ભાવભેર જોડાયા

જામનગરમાં સિહોરવાળા જેન્તીલાલ મોહનલાલ શાહ પરિવારની બે પુત્રી અને એક પુત્રએ સંયમના માર્ગે પ્રયાણ કરી દિક્ષા અંગીકાર કરવાનો નિર્ણય કર્યો છે. જેમાં ઋષભભાઇ જેન્તીલાલ શાહની પુત્રી હેત્વીએ તાજેતરમાં દિક્ષા ગ્રહણ કરી હતી. જયારે આ જ પરિવારના વિરાગી શાહ(ઉ.વ.13) અને ચૈત્ય શાહ(ઉ.વ.10) આગામી તા.11 ડીસેમ્બરના દિક્ષા અંગીકાર કરશે.

બુધવારે સવારે પોપટ ધારશી જૈન દહેરાસરમાં હેમપ્રભુજી મહારાજ સાહેબના પ્રવચના બાદ બંને બાળ મુમુક્ષુનો વરસીદાનનો વરઘોડો નિકળ્યો હતો. આ વરઘોડો શહેરના રાજમાર્ગો પરથી ફરી પુનઉ જૈન પ્રવાસી ગૃહ ખાતે પૂર્ણ થયો હતો. વરસીદાનના વરઘોડામાં મોટી સંખ્યામાં જૈન શ્રાવક-શ્રાવિકાઓ ભાવભેર જોડાયા હતાં. એક જ પરિવારના ત્રણ બાળકો દિક્ષા અંગીકાર કરશે.

અન્ય સમાચારો પણ છે...