તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તું તું મેં મેં:જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય ચેરમેને અધિકારી સામે ભ્રષ્ટાચારના આક્ષેપો કર્યા

જામનગર24 દિવસ પહેલા
  • શાસક પક્ષના સભ્યો અને અધિકારીઓ વચ્ચે ગજગ્રાહ સામે આવ્યો
  • અધિકારીઓ શાસક પક્ષને ગણકારતા નથી તેવા પણ આક્ષેપ કર્યા

જામનગર જિલ્લા પંચાયતના અધિકારીઓ અને શાસક પક્ષ વચ્ચે તકરાર થઈ હોવાનું સામે આવ્યું છે. આરોગ્ય સમિતિના ચેરમેને સમિતિને શોભાના ગાંઠિયા સમાન ગણાવી હતી અને અધિકારી દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાનો અને શાસકોને કોઈ ગણકારતું નથી એવા ગંભીર આક્ષેપો કર્યા હતા.

આરોગ્ય સમિતિના ચેરમેને મીડિયા સમક્ષ ખુલાસા કર્યાજામનગર જિલ્લા પંચાયતના ખુદ શાસક પક્ષ અને ભાજપના એક સભ્યએ પોતાના કામ ન થતા હોવાનો આક્ષેપ કર્યો છે. જામનગર જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ સાંગાણીએ મીડિયા સમક્ષ ખુલાસા કર્યા હતા અને અધિકારીઓ પર આક્ષેપ કર્યા હતા. જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન જંગદીશ સંઘાણીએ જણાવ્યું હતું કે, 26 એપ્રિલથી આરોગ્ય સમિતિનો કાર્યભાર સંભાળ્યા બાદ એક જ મીટીંગ કરવામાં આવી છે અને અધિકારીઓને મિટિંગ માટે કહેવામાં આવતું હોવા છતાં મિટિંગ કરતા નથી તેમજ અધિકારીઓ કોઈને ગણકારતા નથી.

અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાનું ખુદ શાસક પક્ષે કર્યો આક્ષેપજામનગર જિલ્લા પંચાયતમાં શાસક પક્ષ ભાજપના સભ્યો અને સમિતિના ચેરમેનને કોઈ ગણકારતું નથી. જામનગર જિલ્લા પંચાયતમાં વિપક્ષ કોંગ્રેસ નહીં પરંતુ શાસક પક્ષ હોય તેવુ લાગી રહ્યું છે તેમ ભાજપના સભ્ય અને સમિતિના ચેરમેનનું કહેવું છે. અધિકારીઓ પાસે કઈ ચાલતું ન હોવાનું પણ જિલ્લા પંચાયતના આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ સાંગાણીનું કહેવું છે. અધિકારીઓ પોતાની મનમાની કરવા માટે કહેવાયેલા છે, ત્યારે કોઈને જવાબ આપતા નથી. ત્યારે નવા નિમાયેલા આરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ સાંગાણીનું કોઈએ નહીં સાંભળ્યું હોય એટલે મીડિયા સમક્ષ પોતાની વાત કરી હોય તેમ લાગી રહ્યું છે. આરોગ્ય સમિતિ કે જેના તે પોતે ચેરમેન છે તેને હાલ જિલ્લા પંચાયતમાં શોભાના ગાંઠિયા સમાન ગણાવી હતી અને અધિકારીઓ દ્વારા ભ્રષ્ટાચાર થતો હોવાનું ખુદ શાસક પક્ષ આક્ષેપ કરી રહ્યો છે. તેમજ અધિકારીઓ ગાંઠતા ન હોવાની વાત કરી છે.

26 એપ્રિલથી આરોગ્ય સમિતિનો કાર્યભાર સંભાળ્યા બાદ માત્ર એક જ મિટિંગ કરવામાં આવી છે. જે અધિકારીઓને મિટિંગ માટે કહેતા અધિકારીઓ ગણકારતા નથી. ત્યારે નવા આરોગ્ય સમિતિના ચેરમેનને આરોગ્ય વિભાગમાં થતી ગેરરીતિ અંગે ફરિયાદ મળી હતી, જે અંગે ખુલાસો અને વિગતો માગતા કોઈ માહિતી આપવામાં આવી નથી અને અરજદારોને જવાબ નથી આપતા. જેથી આરોગ્ય સમિતિના ચેરમેને સરકારમાં કાગળ લખવો જરૂરી છે.

આરોગ્ય સમિતિના ચેરમેને કરેલા આક્ષેપઆરોગ્ય વિભાગના અધિકારીઓ મનમાની કરતા હોવાનું તેમજ વિગત આપવામાં આવતી ન હોય તેવા આક્ષેપ કરવામાં આવ્યાં છે. સાથે સાથે એજન્સી મારફતે ભરતી હોય કે કોઈ ખરીદી હોય તેના ખોટા બિલ મૂકી અને ગેરરીતિ આચરવામાં આવી રહી છે. ત્યારે સરકાર પાસે તપાસની માંગ કરી છે. કોરોના કાળમાં જે માસ્કની ખરીદી કરવામાં આવી હતી. તેનો પણ લાંબા સમય સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી. જિલ્લા પંચાયતના અનેક વાહનો હોવા છતાં તે બંધ દર્શાવી ખોટા ખાનગી વાહનોના બિલ પાસ કરવામાં આવતા હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત આઉટસોર્સિંગથી બીજે ભરતી થાય તેમને અન્ય લાભ અને પૂરતા પગાર ના ચૂકવતા અને ગેરરીતિઓ આચરવામાં આવી રહી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે.

આક્ષેપમાં સાચું કેટલું છે તે તપાસનો વિષયઆરોગ્ય સમિતિના ચેરમેન જગદીશ સાંગાણી દ્વારા કરવામાં આવેલા આક્ષેપમાં સાચું કેટલું છે તે તપાસનો વિષય છે. પણ આ વાત પરથી એક વાત સાબિત થાય છે કે સાચું જે કંઈ પણ હોય પણ આક્ષેપ પરથી એક વાત ચોક્કસ કહી શકાય કે જો ચૂંટાયેલા સભ્યોને અધિકારીઓ ગણકારતા ન હોય તો અરજદારો તો મોટાભાગના ગ્રામ્ય વિસ્તારમાં છે, ત્યારે ગ્રામ્ય વિસ્તારની પ્રજાને કેવી તકલીફો વેઠવી પડતી હશે, તે આ અધિકારીઓ નહી જાણતા હોય. અધિકારીઓ ચૂંટાયેલા સભ્યોને ગાંઠતા નથી તો લોકોની કેવી હાલત હશે તે આ ઘટના ઉપરથી અનુમાન લગાવી શકાય.

ડો બથવાર આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત
ડો બથવાર આરોગ્ય અધિકારી, જીલ્લા પંચાયત

જિલ્લા આરોગ્ય અધિકારીએ જવાબ આપવાનું તાળ્યુંઆઉટસોર્સિંગથી ભરતી જેની થાય તેમને અન્ય લાભ અને પૂરતા પગાર ના આપતા હોવાની મોટાભાગે ફરિયાદ મળતી હોય છે. અધિકારીને જ્યારે આ અંગે પૂછવામાં આવ્યું ત્યારે તેઓ દ્વારા કોઈ પણ જવાબ આપવામાં આવ્યો નથી. ગંભીર આક્ષેપ બાદ મીડિયા દ્વારા જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. બથવારને પૂછતાં તેઓએ જવાબ આપવાનું તાળ્યું હતું અને આ બાબતે કંઈ પણ બોલવા તૈયાર થયા ન હતા.

અધિકારી દ્વારા થતી કામગીરીની યોગ્ય તપાસની માંગજિલ્લા પંચાયત શાસક પક્ષના સભ્યો દ્વારા અગાઉ ફરિયાદો થતી હતી કે, જિલ્લા પંચાયતમાં કામ થતાં નથી, ત્યારે હવે તો શાસક પક્ષ ખુદ અધિકારી સામે ખુલીને મેદાને આવ્યાં છે. ત્યારે અધિકારી દ્વારા થતી કામગીરીની યોગ્ય તપાસ થાય તો ભ્રષ્ટાચાર સામે આવી શકે છે, તેવી સભ્ય દ્વારા પણ માગણી કરવામાં આવી છે.

અન્ય સમાચારો પણ છે...