ભાસ્કર જૂથના ચેરમેન સ્વ. રમેશચંદ્ર અગ્રવાલના 78મા જન્મદિન (પ્રેરણા દિવસ) નિમિત્તે જામનગર શહેરમાં જરૂરીયાતમંદોને વસ્ત્રદાન કરવામાં આવ્યું હતું. ગંગામાતા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા શિયાળામાં જરૂરીયાતમંદો સુધી ગરમ કપડાનું વિતરણ થઇ જાય તે મુજબનું આયોજન કરાયું હતું.
આ ઉપરાંત 30 નવેમ્બરે જામનગર સહિત દેશમાં 220 સ્થળે રક્તદાન શિબિર પણ યોજાઇ હતી. ભાસ્કર જૂથના ચેરમેન સ્વ. રમેશજીનાં સેવાકાર્યોને આગળ વધારતી આ શિબિર જામનગર શહેરની જી.જી. હોસ્પિટલ ખાતે યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં શહેરીજનોએ રકતદાન કર્યુ હતું. આ શિબિરમાં એકત્રિત કરાયેલું રક્ત શહેરની સરકારી બ્લડ બેન્કને ડોનેટ કરવામાં આવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.