તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામગીરી:જામનગર શહેરમાં હર્ડ ઇમ્યુનિટીનું સ્તર જાણવા સીરો સર્વેલન્સ થશે

જામનગર21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • જે વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાયા છે તેમાં સઘન કામગીરી કરવામાં આવશે

જામનગરમાં કોરોનાની બીજી લહેરની મહદઅંશે સમાપ્તિ થઇ ચૂકી છે. શહેરમાં હર્ડ ઇમ્યુનીટીનું સ્તર જાણવા રાજયના અન્ય શહેરોની જેમ મહાનગરપાલિકા દ્વારા સીરો સર્વેલન્સ કરાશે. જે અંતર્ગત કોરોનાના દર્દીઓ તથા અન્ય શહેરીજનોને આવરી લઇ લોકોમાં એન્ટીબોડીનું પ્રમાણ કેટલું છે તેનો પણ સર્વે કરવામાં આવશે. એક મહિનામાં સર્વે શરૂ કરાશે. શહેરના જે વિસ્તારોમાં કોરોનાના કેસ વધુ નોંધાયા છે તેમાં કામગીરી થશે. સર્વેમાં રેન્ડમલી સેમ્પલ લેવાશે.

કોરોનાની બીજી લહેર મહદઅંશે સમાપ્ત થઇ ચૂકી છે. ત્યારે શહેરમાં હર્ડ ઇમ્યુનીટીનું સ્તર જાણવા અને કોરોનાના દર્દીઓમાં એન્ટીબોડીનું પ્રમાણ કેટલું છે તેનો સર્વે કરવા મહાનગરપાલિકા દ્વારા સીરો સર્વેલન્સ કરવામાં આવશે. સર્વે એકાદ મહિનામાં શરૂ થશે. સીરો સર્વેલન્સમાં લોકોના રેન્ડમલી સેમ્પલ લેવાશે.

ટ્રેનીંગ શરૂ, 100 કર્મચારીની કામગીરી કરશે
જામનગર મહાનગરપાલિકા દ્વારા સીરો સર્વેલન્સની તૈયારી ચાલી રહી છે. જે અંતર્ગત 100 જેટલા કર્મચારીઓને સર્વેલન્સની તાલીમ આપવામાં આવી રહી છે. તાલીમ પૂર્ણ થયા બાદ 30 ટીમ દ્વારા શહેરમાં સીરો સર્વેલન્સ કરવામાં આવશે. જેમાં લોકોના રેન્ડમલી સેમ્પલ લેવાશે.

શહેરીજનોના રેન્ડમલી સેમ્પલ લેવામાં આવશે
જામ્યુકો દ્વારા એક મહિનાની અંદર સીરો સર્વેલન્સ શરૂ કરાશે. જેમાં શહેરમાં હર્ડ ઇમ્યુનીટીનું સ્તર અને કોરોનાગ્રસ્ત અને તથા જે લોકોને કોરોના થયો હોય પણ ખબર ન પડી હોય તે લોકોને આવરી લઇ એન્ટીબોડીનું પ્રમાણ જાણવા સર્વે કરાશે. જેમાં શહેરીજનોના રેન્ડમલી સેમ્પલ લેવામાં આવશે.> એ.કે.વસ્તાણી, નાયબ કમિશ્નર, જામ્યુકો.

અન્ય સમાચારો પણ છે...