તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

સાદગી પૂર્વક ઉજવણી:જામનગરમાં રમઝાન ઇદની ઉજવણી, કોરોના ગાઇડલાઇનને ધ્યાને લઇ ઇદગાહ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો

જામનગર2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મુસ્લિમ બિરાદરોએ પોતાના ઘરે નમજ અદા કરી ઇદ ની સાદગીપૂર્વક ઉજવણી કરી હતી

જામનગર સહિત દેશભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા એક મહિના સુધી રમઝાનના રોઝા રાખી આજે ઇદની ઉજવણી કરી હતી. હાલની કોરોના મહામારીની સરકારની ગાઇડલાઇનને ધ્યાને લઇ મુસ્લિમ બિરાદરોએ ઘરમાં રહી નમાઝ અદા કરી એકબીજાને ઈદની મુબારકબાદી પાઠવી અને સાદગીપૂર્વક ઇદની ઉજવણી કરી હતી.

જામનગરની ઇદગાહ સહિતની વિવિધ મસ્જીદો પણ સુમસામ બની હતી. પોલીસ દ્વારા પણ કોરોના ગાઇડલાઇનને ધ્યાને લઇ ઇદગાહ ખાતે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.

હાલ કોરોનાની મહામારીને ધ્યાને લઈને સરકારની ગાઇડલાઇન મુજબ મુસ્લિમ સમાજ દ્વારા કોઈ મોટા આયોજનો ન કરી અને સાદગીપૂર્વક રમજાન ઈદની ઉજવણી કરી અને ઇબાદત કરી હતી. રમજાન ઈદની નમાઝ પઢવા માટે 49 દિગ્વિજય પ્લોટ વિસ્તારમા મેઈન રોડ પર આવેલા ઇદ મસ્જિદ ગ્રાઉન્ડમાં મુસ્લિમ બિરાદરો મોટી સંખ્યામાં નમાઝ અદા કરવા આવે છે ત્યારે હાલ કોરોના મહામારી ચાલી રહી છે

અને સરકારની ગાઈડલાઈન મુજબ આ વર્ષે સાદગીપૂર્વક ઈદની ઉજવણી કરી હતી. મુસ્લિમ બિરાદરોએ પોતપોતાના ઘરે નમાજ અદા કરી રમજાન ઈદની સાદગી પૂર્વક ઉજવણી કરી હતી.

અન્ય સમાચારો પણ છે...