ઉજવણી:જામનગરમાં પ્રાણનાથજીના 404માં પ્રાકટ્ય વર્ષની ભાવભેર ઉજવણી

જામનગર18 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મહાઆરતી, ધ્વજારોહણ, શોભાયાત્રામાં સુંદરસાથીઓ ઉમટી પડયા

જામનગરમાં પ્રાણનાથજીના 404 માં પ્રાકટ્ય વર્ષની ભાવભેર ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે યોજાયેલા મહાઆરતી, ધ્વજારોહણ, શોભાયાત્રામાં મોટી સંખ્યામાં સુંદરસાથીઓ ઉમટી પડયા હતાં. કૃષ્ણ પ્રણામી સંપ્રદાયના પ્રવર્ધક આચાર્ય મહામતિ પ્રાણનાથજીનો પાદુર્ભાવ નવાનગર સ્ટેટના દીવાન કેશવજી ઠકકર તથા માતા ધનબાઇના પુત્રરૂપે વિક્રમ સંવત 1675 માં ભાદરવા વદ ચૌદશ(ઇ.સ.1618) ના થયો હતો. ચાલુ વર્ષે તિથિ પ્રમાણે તા.5 ઓકટોબરના પ્રાકટ્યને 404 વર્ષ થતાં પરંપરા મુજબ તેમની પ્રાકટ્યની તિથિ પ્રાણનાથ જન્મ જંયતિ રૂપે મનાવામાં આવી હતી.

કોરોનાની ગાઇડ લાઇન સાથે મંગળવારે 5-નવતનપુરીધામ ખીજડામંદિરમાં સવારે આચાર્ય કૃષ્ણમણજી મહારાજના હસ્તે મહાઆરતી કરવામાં આવી હતી. મંદિરના શિખર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું. જયારે બપોર બાદ શોભાયાત્રા યોજાઇ હતી. જે શહેરના માર્ગો પર ફરી હતી. ધાર્મિક કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં સુંદરસાથીઓ જોડાયા હતાં.

અન્ય સમાચારો પણ છે...